દેશના પાટનગરમાં આગની ઘટના: રોહિણીની એક હોસ્પિટલમાં આગથી એક દર્દીનું મોત થયું
બ્રહ્મ શક્તિ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી. ત્યાં ફાયર બ્રિગેડની ૯ ગાડીઓ મોકલાઈ હતી
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં આગજનીની ઘટના સામે આવી છે. દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક હોસ્પિટલમાં આગ લાગી છે. આગજનીમાં એક દર્દીના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ૯ ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
દિલ્હીના રોહિણી વિસ્તારની બ્રહ્મ શક્તિ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી. ત્યાં ફાયર બ્રિગેડની ૯ ગાડીઓ ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી મોકલવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ બધા દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ વેન્ટિલેટર પર એક દર્દીના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ૯ ગાડીઓ મોકલવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસ અને ફાયર બ્રિગેટની ટીમ હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ શોધી રહી છે.SS2KP