દેશના બંધારણની અને તિરંગાની શાન કોર્ટો એ જ જાળવવાની છે?
કર્ણાટક હાઇકોર્ટના જસ્ટીસ ક્રિષ્ના દીક્ષિતે બુરખો પહેરવાના વિવાદમાં અવલોકન કર્યું છે કે શીખ સમુદાયની ધાર્મિક પરંપરાને ભારતની જ નહીં બ્રિટન અને કેનેડાની અદાલતોએ સ્વીકારી છે!!
તસવીર કર્ણાટક હાઇકોર્ટ ની છે ઈનસેટ તસવીર કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણા એસ દીક્ષિતની છે તેમણે કહ્યું હતું કે ‘‘મારા માટે દેશનું બંધારણ શ્રીમદ ભગવતગીતા થી ઉપર છે”! અદાલત મુસ્લિમ વિદ્યાર્થીનીઓ ના હિઝાબ પહેરવા પર લાગેલા પ્રતિબંધ ની સુનાવણી કરી રહી છે!
કર્ણાટક સરકાર કહે છે કે ‘યુનિફોર્મ પસંદ કરવો કોલેજના અધિકારક્ષેત્રમાં આવે છે, આમ કર્ણાટક સરકારના ર્નિણય થી ધાર્મિક વિવાદ ભડક્યો છે આ સંજાેગોમાં કર્ણાટક હાઇકોર્ટના જસ્ટીસ ક્રિષ્ના દિક્ષિતે બહુ જ મહત્વના મુદ્દાઓનું અવલોકન કરતાં કહ્યું છે કે ‘શીખ સમુદાયનો ડ્રેસ કોડ છે
જેને માત્ર ભારતની નહીં વિશ્વની અનેક અદાલતોએ ધાર્મિક પરંપરા તરીકે સ્વીકારી છે’! આવા સંજાેગોમાં ‘બુરખો’ પહેરનારી યુવતીઓની તરફેણમાં કર્ણાટક ના દલિત સમાજના યુવકો ટેકામાં ઊભા રહી ગયા છે! તો બીજા કેટલાક ભગવા દુપટ્ટા પહેરી વિવાદ આગળ વધારી રહ્યા છે!
આ ‘હિઝાબ’ વિવાદ અંગે એવી રજૂઆત છે કે બંધારણની કલમ ૨૧ દરેક વ્યક્તિના વ્યક્તિત્વ સ્વતંત્રની રક્ષા કરે છે અને તેની મુસ્લિમ યુવતીને ‘બુરખો’ પહેરવાની પસંદગીનું સ્વતંત્ર છે આ પ્રકારના વિવાદ વચ્ચે સુપ્રીમકોર્ટના ૯ ન્યાયાધિશોની બેન્ચે ‘વ્યક્તિસ્વાતંત્ર્ય’ અધિકારને મૂળભૂત અધિકાર ગણાવ્યો છે
ત્યારે આ ચુકાદો આપતાં આ બેન્ચના સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી જે ચેલેશ્વરે અવલોકન કર્યું છે કે ‘મને નથી લાગતું કે કોઈને પણ ખાવા વિષે કે પહેરવા વિશે સલાહ આપવી જાેઇએ ખાસ કરીને સરકાર તેમ કરે તો કોઈ વ્યક્તિને ગમે નહીં’! આ દેશમાં લોકો નો બંધારણીય મૌલિક અધિકાર છે જ્યારે ભારતની સુપ્રીમ કોર્ટના જજ શ્રી અભય મનોહર સપ્રે એવું પણ કહ્યું છે કે ‘વ્યક્તિગત ગુપ્તા નો અધિકાર એ કુદરતી છે
જેને વ્યક્તિથી ભિન્ન કરી શકાય નહીં ‘રાઈટ ટુ પ્રાઈવેસી’ નો અધિકાર વ્યક્તિને જન્મ સાથે જ મળી જાય છે’!! બંધારણના આવા લોકોનો અભ્યાસ કરતા અને કર્ણાટક હાઇકોર્ટના જસ્ટીસ શ્રી ક્રિષ્ના દીક્ષિત દેશના બંધારણીય મૂલ્યો પર ભાર મુકતા કર્ણાટક સરકાર માટે ‘હિઝાબ’ નો વિવાદે બંધારણીય માર્ગદર્શન બની જશે!
કર્ણાટક સરકાર પછી એવો વિવાદ મધ્યપ્રદેશની શાળાઓમાં પણ ઊભો થનાર હોવાનું મનાય છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ દેશના બંધારણીય આદર્શો અને મૂલ્યોને જાળવવા માર્ગદર્શન આપવું જાેઇએ જ્યાં જ્યાં ભાજપ ની રાજ્ય સરકારો છે
ત્યાં ત્યાં દેશના બંધારણીય સિદ્ધાંતો જાળવવા પર મૂકવો જાેઇએ, નહીં તો ‘દેશમાં ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ ફરી અંગ્રેજ શાસન સ્થપાશે?! અને દેશના બંધારણનું ‘સાર્વભૌમત્વ’ ખતરામાં આવી જશે?! રાજકીય પક્ષોની સત્તા ખતરામાં આવી જશે એ ચાલશે પણ તિરંગાની શાન ખતરામાં ના આવી જાેઈએ. (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
સુપ્રીમકોર્ટે વ્યક્તિગત ગુપ્તતાના સ્વાતંત્ર અને કુદરતી અને મૌલિક અધિકાર ગણાવ્યા બાદ પણ દેશના સત્તાધીશો દેશના બંધારણીય મૂલ્યો વિરુદ્ધ જઈ વર્તી રહ્યા છે?! ઃ કર્ણાટક પછી મધ્યપ્રદેશમાં પણ બુરખા નો વિવાદ ઊભો કરાશે?!
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી દેસાઇએ કહ્યું છે કે ‘‘ધર્મનિરપેક્ષ રાજ્ય એક વ્યક્તિને તેના ધર્મ થી અસંબંધિત લઈને એક નાગરિક તરીકે ગણે છે આવું રાજ્યને કોઈ અમુક ધર્મ સાથે જાેડાયેલું હોતું નથી, તે ધર્મ ને પ્રોત્સાહન આપતું નથી કે તેમાં દખલ કરતું નથી”!! આ દેશ નેતાઓ બંધારણને નામે સોગંદ છે પણ બંધારણનો અભ્યાસ કરતા નથી અને દેશના બંધારણની ગરીમા જાળવવા અદાલતોને હસ્તક્ષેપ કરવો પડે છે અદાલતોએ આઝાદી અને તિરંગાની શાન જાળવવા પોતાનો ‘ન્યાયધર્મ’ અદા કરવો પડે છે! કર્ણાટકમાં સરકારી યુપી મહિલા કોલેજ નો હિઝાબ પહેરવાનો મુદ્દો કર્ણાટકની હાઇકોર્ટના જસ્ટીસ ક્રિષ્ના એસ દીક્ષિતની અદાલતમાં પહોંચતાં અદાલતે પ્રાથમિક અવલોકન કરતા જણાવ્યું છે કે અદાલત જનુન કે લાગણીથી નહીં કોર્ટે બંધારણ પ્રમાણે ચાલશે