Western Times News

Gujarati News

દેશના યુવાનોનો અંદાજ હટકે છે, જેનું તાજુ ઉદાહરણ ક્રિકેટની દુનિયામાં જાેયુ છે: મોદી

નવીદિલ્હી, ભારતની જીત બાદ તેમણે ટિ્‌વટ કરીને ભારતને શુભકામના આપી હતી. હવે તે કિસ્સાથી તે યુવાનોને પ્રેરિત કરી રહ્યાં છે. અસમની તેજપૂર યુનિવર્સિટીના ૧૮મા કોન્વોકેશનમાં પીએમ મોદીએ ભારતની આ જીતની વાત કરી હતી. મોદીએ કહ્યું કે, આપણા દેશના યુવાનોનો અંદાજ હટકે છે, જેનું એક તાજુ ઉદાહરણ ક્રિકેટની દુનિયામાં જાેયુ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમારામાંથી ઘણા લોકોએ ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસને ફૉલો કર્યો હશો. આ ટુરમાં કઇ કઇ તકલીફો આપણા ખેલાડીઓએ સહન કરી તે આપણે જાેઇ છે. આટલી બધી તકલીફોમાંથી પણ આપણે બહાર આવ્યા અને જીત હાંસલ કરી. ઇજાગ્રસ્ત હોવા છતાં આપણા ખેલાડીઓ મેદાન પર રહ્યાં અને ચેલેન્જીંગ કન્ડિશનમાં પણ દરેક પડકારનો સામનો કર્યો. નવા નવા સમાધાન લાવ્યા અને કેટલાક ખેલાડીઓનો અનુભવ ઓછો હતો પરંતુ તેમનો હોંસલો બુલંદ હતો. જેવી તેમને તક મળી તેવો તેમને ઇતિહાસ બનાવી દીધો.

ક્રિકેટના મેદાન પર ભારતના ખેલાડીઓની આ પફોર્મન્સ માત્ર ખેલ પૂરતો જ મહત્વપૂર્ણ નથી. તેનાથી કેટલાક જીવન સંદેશ મળે છે. પહેલું લેસન તે કે આપણને આપણી એબિલીટી પર વિશ્વાસ હોવો જાેઇએ. કોન્ફિડન્સ હોવો જાેઇએ. બીજુ લેસન તે કે આપણે જાે પોઝીટીવ માઇન્ડસેટ લઇને આગળ વધીશું તો રિઝલ્ટ પણ પોઝીટીવ જ આવશે.

પીએમ મોદીએ ડિગ્રી લેનાર વિદ્યાર્થીઓને કહ્યું કે, આજે ૧૨૦૦થી વધારે સ્ટુડન્ટ્‌સે ડિગ્રી લીધી છે. તમારા શિક્ષક, માતા પિતા માટે આજનો દિવસ ખુબ જ મહત્વપૂર્ણ છે. સૌથી મોટી વાત તમારા કરિયર સાથે તેજપૂર વિશ્વવિદ્યાલયનું નામ હંમેશા માટે જાેડાય ગયુ છે. અમારી સરકાર આજે જે રીતે નોર્થ ઇસ્ટના વિકાસમાં જાેડાયેલી છે, જે રીતે કનેક્ટેડ છે, શિક્ષા અને સ્વાસ્થ્ય દરેક સેક્ટરમાં કામ થઇ રહ્યું છે. જેના લીધે તમારા માટે તક ઉભી થઇ રહી છે. આ તકનો ભરપૂર લાભ ઉઠાવો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.