દેશના વેપાર-ધંધાને થયું ૬.૨૫ લાખ કરોડનું નુકશાન

Files Photo
નવીદિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરને કારણે વ્યપાર ધંધાને અત્યંત ખરાબ અસર પહોંચી છે. ત્યારે આ વચ્ચે સરકારે નક્કી કરવું જાેઈએ કે સૌથી વધારે શું જરૂરી છે. કેટના જણાવ્યા મુજબ ફક્ત ગત એપ્રિલ મહીનામાં કોવિડ મહામારીને કારણે દેશમાં સ્થાનિક વ્યપાર ધંધાને ૬.૨૫ લાખ કરોડ રૂપિયાનું મોટું આર્થિક નુકશાન થયું છે. ત્યારે આ તેનાથી કેન્દ્ર તેમજ સરકારોને પણ અંદાજીત ૭૫ હજાર કરોડનું નુકશાન થયું છે.
દેશના અંદાજીત સાત કરોડ નાના વેપારીઓના નેતૃત્વના દાવા કરવાવાળા કંફડેરશ ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનું ગણિત કંઈક અન્ય કહી રહ્યું છે. સંગઠને આજે એક નિવેદનમાં જણાવ્યું કે કોવિડ-૧૯ની બીજી લહેરના કારણે વેપાર સંપૂર્ણ રીતે ખરાબ છે. ત્યારે આ સ્થિતિમાં સરકારે નક્કી કરવું પડશે કે શું જરૂરી છે. કેટે જણાવ્યું કે ફક્ત એપ્રિલ મહિનામાં કોવિડ મહામારીને કારણે સ્થાનિક વેપાર ધંધાને ૬.૨૫ લાખ કરોડનું નુકશાન થયું છે. તેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોનો પણ અંદાજીત ૭૫ હજાર કરોડનું નુકશાન થયું છે.
કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતિયાએ જણાવ્યું કે ફક્ત એપ્રિલ ૨૦૨૧ના દરમ્યાન ભારતમાં ૫૨,૯૨૬ લોકોના મોત નિપજી ચૂક્યા છે. આ આંકડાઓ વિશઅવ સ્વાસ્થ્ય સંગઠનની રિપોર્ટ માંથી લેવામાં આવ્યા છે. વેપારી નેતાના જણાવ્યા અનુસાર ગત મહિને ખુદારા વેપારને ૪.૨૫ લાખ કરોડ જ્યારે કે જથ્થા બંધ વ્યાપલે પણ અંદાજીત ૨ લાખ કરોડનું નુકશાન થયું છે. બીજી તરફ વેપાર થાય તો સરકારને પણ ટેક્સ મળે છે.