દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં અમદાવાદનો ત્રીજા નંબર
નવીદિલ્હી, દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ ત્રીજા નંબર પર છે. એટલે કે, દેશનુ સૌથી વધુ વાયુ પ્રદૂષણ ધરાવતુ ત્રીજા નંબરનુ શહેર. અને ગુજરાતનુ સૌથી વધુ પ્રદૂષિત શહેર. ૨૦૦૧માં થયેલા સર્વેમાં અમદાવાદ ચોથા નંબર પર હતું. જે વધીને નંબર ૩ પર પહોચી ગયું છે. એટલે કે પ્રદૂષણનુ પ્રમાણ વધ્યુ છે.
નેશનલ એર ક્વોલીટી મોનીટરિંગ પ્રોગ્રામ હેઠળ દેશ ભરમાં હવેની ક્વોલીટી પર નજર રાખવામાં આવી રહી છે. અને ત્યાર બાદ સર્વે જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ધનબાદ, ગાઝીયાબાદ પછી અમદાવાદનો નંબર છે, એટલે કે અમદાવાદ કરતા દેશના માત્ર બે શહેરોનું હવામાન વધુ ખરાબ છે. ૨૦૦૧મા થયેલા સર્વેમાં અમદાવાદ ૪ નંબરે હતુ એટલે કે ૧૮ વર્ષ બાદ સામે આવેલા સર્વેમાં અમદાવાદમાં વાયુ પ્રદુષણ વધ્યુ છે.
શહેરમાં વધી રહેલા પ્રદૂષણ અંગે જે આંકડા સામે આવ્યા છે, તે ખરેખર ચોંકાવનારા છે. અને શહેરીજનો માટે ચેતવણી રૂપ. ત્યારે હાલની સ્થિતી અંગે પર્યાવરણ વિધો સરકાર અને પ્રશાસનને દોષિત માને છે. કારણ કે વિકાસના નામે જ્યારે વૃક્ષોનુ નિકંદન કાઢવામાં આવે છે. સમગ્ર શહેરમાં ખોદકામ કરવામાં આવે છે. અને કચરાનો યોગ્ય નિકાલ ન થતો હોવાથી વાતાવરણ પ્રદૂષિત થાય છે અને તે જ કારણ છે કે શહેરની હવા ઝેર સમાન બની છે.છેલ્લા ૧૮ વર્ષમાં અમદાવાદનો વિકાસ થયો અને તેની સાથે પ્રદૂષણનો પણ આંક વધ્યો. ૧૮ વર્ષ પહેલા પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ ચોથા નંબરે હતુ તે ગગડીને ૩ નંબર આવી ગયુ છે. ત્યારે સરકારે અને કોર્પોરેશને સાથે મળી વધતુ પ્રદૂષણ અટકાવવા માટે પગલા લેવા જરૂરી છે. અમદાવાદીઓ શ્વાસમાં પણ ઝેર લઈ રહ્યા છે. સાંભળીને નવાઈ લાગી હશે પરંતુ આ હકકીત છે. કારણ કે સર્વેમાં સામે આવ્યુ છે