દેશના ૧૦૦ શક્તિશાળી લોકોની યાદીમાં મોદી ટોચ પર
નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે તેઓ દેશના ૧૦૦ સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં પ્રથમ નંબરે બિરાજમાન છે. આ યાદીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મોહન ભાગવત, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ સામેલ છે.
ઈન્ડિયન એક્સપ્રેસતરફથી બહાર પડેલી દેશના ૧૦૦ સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટોપ પર છે. કોરોના મહામારીના કારણે પેદા થયેલા સંકટ અને તેને લઈને રસી મેનેજમેન્ટ, વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મજબૂત થતી સ્થિતિથી પીએમ મોદીની છબી મજબૂત બની છે. આ ઉપરાંત હાલમાં જ યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ૨૨૦૦૦થી વધુ ભારતીયોને એરલિફ્ટ કરીને દેશમાં લાવવામાં પીએમ મોદી સૌથી વાસ્તવિક નેતા તરીકે જાેવા મળ્યા.
શક્તિશાળી લોકોની યાદીમાં પીએમ મોદી બાદ બીજા નંબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે. જ્યારે લિસ્ટમાં ત્રીજા નંબરે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને ચોથા નંબરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા છે. ૯૬ બિલિયન ડોલર (ફોર્બ્સ મુજબ)ની કુલ સંપત્તિ સાથે સૌથી અમીર ભારતીય મુકેશ અંબાણી આ યાદીમાં ૫મા નંબરે છે.
જ્યારે હાલમાં જ પૂરી થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવનારા યોગી આદિત્યનાથ ૧૦૦ સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં છઠ્ઠા સ્થાને છે. સીએમ યોગી બાદ આ યાદીમાં સાતમા નંબરે ગૌતમ અદાણી, આઠમા નંબરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, નવમા નંબરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દસમા નંબરે નાણામંત્રી ર્નિમલા સીતારમણ છે.
દેશના ૧૦૦ સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પણ નામ છે. જે ૧૧માં નંબરે છે. જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહ ૧૩માં, ઉદ્ધવ ઠાકરે ૧૬માં, શરદ પવાર ૧૭માં, સોનિયા ગાંધી ૨૭માં, રાહુલ ગાંધી ૫૧માં અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ૫૬માં સ્થાને છે.SSS