દેશના ૧૨ પોર્ટને લઈને રાજ્યસભામાં મોટું બિલ પાસ
નવીદિલ્હી, મેજર પોર્ટ ઓથોરિટી ખરડામાં ૧૨ મોટા બંદરને ડિસિઝન મેકિંગમાં મોટી આઝાદી અપાવવાની જાેગવાઈ છે. બુધવારે રાજ્યસભામાં પણ મેજર પોર્ટ ઓથોરિટી ખરડા પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
રાજ્યસભામાં મેજર પોર્ટ ઓથોરિટી બિલ, ૨૦૨૦ ને રજૂ કરતા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે આ ખરડામાં પોર્ટ સેક્ટરનો કારોબાર સરળ બનાવવાની જાેગવાઈ છે. કોંગ્રેસ સાંસદ શક્તિકાંત ગોહિલે એવું જણાવ્યું કે આ ખરડો નબળો છે અને તેમાં કેટલાક ચોક્કસ હિતધારકોને ફાયદો થશે. શું આ ખરડો મિત્રોને ફાયદો પહોંચાડવા માટે લાવવામાં આવ્યો છે. મિત્રના નામે એરપોર્ટ કરવામાં આવી રહ્યાં છે અને હવે ૧૨ મોટા બંદરો પણ એક ખાસ મિત્રને સોંપી દેવાનો સરકારનો ઈરાદો લાગી રહ્યો છે.HS