દેશના ૧૭થી વધુ રાજ્યોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર
નવી દિલ્હી: આજે ૧૨ જુલાઈએ પેટ્રોલની કિંમતોમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ ૨૮ પૈસા મોંઘું થયું છે પરંતુ ડીઝલની કિંમતમાં ૧૬ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં સોમવારે પેટ્રોલની કિંમત ૧૦૧.૧૯ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ. બીજી તરફ, ડીઝલ ૮૯.૭૨ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
હાલના સમયમાં દેશના લગભગ ૧૭થી વધુ રાજ્યોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ રાજ્યોની યાદીમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, લદાખ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, દિલ્હી, પુડ્ડુચેરી અને પશ્ચિમ બંગાળ સામેલ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે
સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.