દેશના ૪ રાજ્યોમાં વાયરલ ફીવર અને ડેન્ગ્યૂ કારણે અત્યાર સુધીમાં ૧૦૦ લોકોના મોત
નવીદિલ્હી, દેશમાં હાલમાં અનેક રાજ્યોમાં વાયરલ ફીવરનો અને ડેન્ગ્યૂનો ખતરો વધી રહ્યો છે. સેંકડોની સંખ્યામાં લોકો હોસ્પિટલમાં એડમિટ છે જ્યારે મળતી માહિતી અનુસાર બિહાર સહિત મધ્યપ્રદેશ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં પણ આ બીમારીનો કહેર વધી રહ્યો છે. બાળકોને આ બીમારીઓ મોટી સંખ્યામાં અસર કરી રહી હોવાના કારણે સ્વાસ્થ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.
ઉત્તરપ્રદેશમાં ફિરોઝાબાદમાં ઓગસ્ટના બીજા અઠવાડિયામાં જ્યારે તાવના કેસ સામે આવ્યા તો સ્થાનીય અધિકારીઓએ તેને મિસ્ટ્રી ફીવર ગણાવ્યો હતો. પછી યૂપી સરકારે તેને ડેન્ગ્યૂ ગણાવ્યો.
બિહાર અને મધ્યપ્રદેશમાં વાયરલ ફીવરના અનેક કેસ સામે આવ્યા છે.બિહારની રાજધાની પટનામાં પણ મોટી હોસ્પિટલમાં બાળકોના વોર્ડ ફૂલ થઈ ચૂક્યા છે.
અન્ય તરફ મધ્યપ્રદેશમાં પણ વાયરલ ફીવરના વધારે કેસ સામે આવતા હોસ્પિટલની સ્થિતિ મુશ્કેલ બની છે તો હરિયાણામાં પણ સ્થિતિ ચિંતાજનક જાેવા મળી રહી છે.
બિહારની રાજધાની પટનામાં ૨ હોસ્પિટલમાં સપ્ટેમ્બરમાં ૧૪ બાળકોના મોત થયા છે. આ બાળકોના મોત રેસ્પેરેટરી નિમોનિયાના કારણે થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડોક્ટરનું કહેવું છે કે હાી ગ્રેડ ફીવરથી ગ્રસિત બાળકોના શ્વસનતંત્રમાં તકલીફ સામે આવવાના કારણે કેસ વધી રહ્યા છે. પીએમસીએચ અને એનએમસીએચમાં નિમોનિયાના કારણે ૭-૭ બાળકોના મોતની ખબર સામે આવી છે.
મધ્યપ્રદેશમાં વાયરલ ફીવરનો કહેર સતત વધી રહ્યો છે. મીડિયા રિપોર્ટના અનુસાર છેલ્લા ૪૫ દિવસમાં પ્રદેશમાં હાઈ ગ્રેડ ફીવરની સાથે ૩૦૦૦ નવા કેસ આવ્યા છે ૬ લોકોના મોત થયા છે અને તેમાંથી ૧૪૦૦ તો છેલ્લા ૨ અઠવાડિયામાં સામે આવ્યા છે. મંદસૌર સૌથી વધુ પ્રભાવિત છે. અહીં વાયરલ ફીવરના અત્યાર સુધીમાં ૮૮૬ નવા કેસ આવ્યા છે તો જબલપુરમાં ૪૩૬ નવા કેસ આવ્યા છે.HS