દેશના ૬ રાજ્યોમાં આંધી-તોફાનની હવામાન વિભાગની આગાહી
નવીદિલ્હી: ભારતીય હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આગલા અમુક કલાકોમાં દેશના ૬ રાજ્યોમાં ભારે વરસાદનુ અનુમાન છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગલા ૨ કલાકની અંદર હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને બિહારના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ આવી શકે છે. ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની ક્ષેત્રોમાં વરસાદ થઈ શકે છે
આઈએમડીએ માહિતી આપી છે કે દિલ્લીમાં આગલા ૩થી ૪ દિવસમાં વધુ વરસાદ થવાની સંભાવના નથી ત્યારબાદ વરસાદમાં થોડો વધારો થઈ શકે છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. યુપીમાં જારી રહેશે આઈએમડીના ઉપ મહાનિર્દેશક આનંદ શર્માએ માહિતી આપીને કહ્યુ કે અત્યારે ગરમીનો પ્રકોપ રાજધાનીમાં રહેશે.
વળી, પૂર્વ યુપીમાં ભારે વરસાદ થવાના વધુ અણસાર છે. રાજ્યમાં વરસાદનો સિલસિલો ગુરુવાર ૨ જુલાઈ સુધી ચાલુ રહી શકે છે. આગલા ૨૪ કલાકમાં અહી થશે જોરદાર વરસાદ જ્યારે સ્કાઈમેટ મુજબ આગલા ૨૪ કલાકમાં પૂર્વ ઉત્તર પ્રદેશ, દક્ષિણ અને પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાના, પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, તટીય કર્ણાટક અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આશા છે. આ ભાગોમાં અમુક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે જેના કારણે અહીં એલર્ટ છે.