દેશના ૭૧ ટકા લોકો આરોગ્યપ્રદ આહાર ખરીદવા માટે અસમર્થ છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/aahar.jpg)
વિશ્વમાં આરોગ્યપ્રદ ખોરાક ખરીદવા અસમર્થ લોકોનું પ્રમાણ ૪૨ ટકા જેટલું છે જે ભારતમાં ૭૧ ટકા નોંધાયું
નવી દિલ્હી, દેશના ૭૧ ટકા રહેવાસીઓ આરોગ્યપ્રદ આહાર ખરીદવા માટે અસમર્થ છે અને પોષણક્ષમ ખોરાક નહી હોવાથી દર વર્ષે ૧૭ લાખ જેટલા લોકો નબળા ખોરાકની બીમારીથી મૃત્યુ પામતા હોવાનો અહેવાલ નવી દિલ્હી સ્થિત સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (સીએસઈ) આજે બહાર પાડ્યો છે.
ગ્લોબલ ન્યુટ્રીશન રિપોર્ટ અનુસાર વિશ્વમાં આરોગ્યપ્રદ ખોરાક ખરીદવા માટે અસમર્થ લોકોનું પ્રમાણ ૪૨ ટકા જેટલું છે જે ભારતમાં ૭૧ ટકા નોંધાયું છે.આરોગ્યપ્રદ આહાર નહી હોવાથી શ્વાસને લગતી બીમારીઓ, ડાયાબીટીસ, કેન્દ્ર, હૃદયરોગ જેવી જીવલેણ બીમારીઓનો સામનો કરવો પડે છે અને તેના કારણે લોકો મૃત્યુ પામે છે.
સરેરાશ ભારતીયોમાં ફળો, શાકભાજી, સુકોમેવો અને અનાજની ઉણપ જાેવા મળે છે સામે માછલીઓ, દૂધ અને માંસનો આહાર સરેરાશ જેટલો જ જાેવા મળે છે.જયારે વ્યક્તિની માસિક આવક કરતા આહારની કિંમત ૬૩ ટકા કરતા વધારે ઉપર જાય ત્યારે ખાદ્યચીજ ખરીદશક્તિની બહાર છે એમ કહેવાય અથવા તો તેની ખરીદી કરવા વ્યક્તિ અસક્ષમ કે અસમર્થ છે એમ કહેવાય.
આ વ્યાખ્યા યુનાઇટેડ નેશન્સની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન નામની સંસ્થાએ આપેલી છે.વીસ વર્ષથી ઉપરના વયસ્કો રોજના સરેરાશ ૨૦૦ ગ્રામ સામે માત્ર ૩૫.૮ ગ્રામ જેટલા જ ફ્રુટ ખાય છે. શાકભાજીમાં આ પ્રમાણ જરૂરી ૩૦૦ ગ્રામ સામે માત્ર ૧૬૮.૭ ગ્રામ જાેવા મળ્યું છે. વ્યક્તિ માટે જરૂરી કઠોળની માત્રા કરતા ૨૪.૯ ગ્રામ કે ૨૫ ટકા જ નોંધાયેલી છે.
રિપોર્ટ અનુસાર આ દિશમાં ચોક્કસ કામગીરી થઇ રહી હોવા છતાં ભારતમાં આહાર આરોગ્યપ્રદ બની રહ્યો નથી. આ ઉપરાંત, પર્યાવરણ બદલાઈ રહ્યું છે એટલે દેશમાં કુપોષણની સમસ્યા જાેવા મળી રહી છે.રિપોર્ટ જણાવે છે કે દેશમાં ગ્રાહકો જે ભાવે ખરીદી કરે છે તે ખાદ્યચીજાેનો ફુગાવો છેલ્લા એક વર્ષમાં ૩૨૭ ટકા વધ્યો છે જયારે ગ્રાહક ભાવાંકમાં ૮૪ ટકાનો વધારો જાેવા મળ્યો છે.
“મોંઘવારીમાં ખાદ્યચીજાેમાં સૌથી મોટો વધારો જાેવા મળી રહ્યો છે. આ ચીજાેનો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે તેમજ ક્લાયમેટ ચેન્જના કારણે પાક સામે પડકારોના લીધે ભાવ વધી રહ્યા છે.દેશની અગ્રણી રીસર્ચ એન્જસી ક્રિસિલનો અહેવાલ ટાંકતા સીએસઈ નોંધે છે કે શહેરી વિસ્તાર કરતા ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી વધારે ઝડપથી વધી રહી છે.ss2kp