દેશની એક ટકા વસતી પાસે આવકનો ૨૨ ટકા હિસ્સો છે
નવી દિલ્હી, ભારત દુનિયામાં આવકની સૌથી વધુ અસમાનતા ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયુ છે.
દેશની એક ટકા વસતી એવી છે જેની પાસે આવકનો ૨૨ ટકા હિસ્સો છે એવુ વર્લ્ડ ઈન્કવાલિટી રિપોર્ટ-૨૦૨૨માં કહેવાયુ છે.જેના લેખક લુકાસ ચાંન્સલ છે અને આ રિપોર્ટ તૈયાર કરવામાં ઘણા જાણીતા અર્થશાસ્ત્રીઓએ મદદ કરી છે.
આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, ભારતની પુખ્ત વયની વસતીની સરેરાશ રાષ્ટ્રીય આવક ૨.૦૪ લાખ રુપિયા છે.નીચેના હિસ્સાની એટલે કે ૫૦ ટકા વસતીની આવક ૫૩૬૧૦ રુપિયા છે અને બાકીની ૧૦ ટકા વસતીની આવક તેનાથી ૨૦ ગણી વધારે એટલે કે ૧૧.૬૬ લાખ રુપિયા જેટલી છે.
રિપોર્ટમાં કહેવા પ્રમાણે ભારતની ૧૦ ટકા વસતી પાસે કુલ રાષ્ટ્રીય આવકનો ૫૭ ટકા હિસ્સો, એક ટકા વસતી પાસે ૨૨ ટકા હિસ્સો છે. જ્યારે છેવાડાની ૫૦ ટકા વસતી પાસે આવકનો માત્ર ૧૩ ટકા હિસ્સો છે.ભારત એક ગરીબ અને આવકની અસમાનતા ધરાવતો દેશ છે તેવુ રિપોર્ટમાં કહેવાયુ છે.
આ જ રીતે મહિલાઓની આવકમાં હિસ્સેદારી ૧૮ ટકા છે.આમ આવકમાં જાતિય ભેદભાવ પણ ઘણો વધારો છે.SSS