Western Times News

Gujarati News

દેશની કુલ નિકાસમાં ગુજરાતનો ૨૫ ટકાથી વધુ હિસ્સો

પ્રતિકાત્મક

અમદાવાદ, વર્તમાન કેન્દ્ર સરકાર જ્યારથી સત્તા ઉપર આવી છે ત્યારથી સ્થાનિક ઉત્પાદન ઉપર વધુને વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. અગાઉ, મેઇક ઇન ઇન્ડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને હવે આર્ત્મનિભર ભારત થકી દેશનું અર્થતંત્ર વિશ્વમાં ઉત્પાદનનું કેન્દ્ર બને એવા ઉદ્દેશ સાથે ભારતના મૂડીરોકાણની નીતિઓ ઘડવામાં આવી છે.

દેશના કેટલાક એવા રાજ્યો છે જ્યાં અર્થતંત્રમાં વ્યાપાર અને ઉદ્યોગનો હિસ્સો મોટો છે. ગુજરાત તેમાં સૌથી આગળ છે. ગુજરાતમાં છેલ્લા સાત દાયકાથી ફાર્મા, કેમિકલ્સ, ક્રુડ ઓઈલ રીફાઈનીંગ, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ્સ, કેમિકલ્સ જેવા ઉદ્યોગો સ્થપાયેલા છે.

આ ઉપરાંત, દેશમાં સૌથી લાંબો દરીયાકીનારો ઉપલબ્ધ હોવાથી, દેશના અગ્રિમ હરોળના પોર્ટ અહી કાર્યરત હોવાથી આયાત અને નિકાસમાં રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે. કેન્દ્ર સરકારના આંકડાઓ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં દેશમાંથી કુલ ૪૦૦ અબજ ડોલરની નિકાસ થઇ હતી. દેશની નિકાસમાં આ આંકડો સૌથી વધુ છે.

આની સાથે એ પણ જાણવું જરૂરી છે કે દેશની કુલ નિકાસમાં ૨૭ ટકા એટલે કે દર રૂ.૧૦૦ની નિકાસનો ચોથા કરતા પણ વધારે ભાગ ગુજરાત રાજ્યમાંથી વિશ્વના અન્ય ભાગોમાં પહોંચે છે. જાન્યુઆરી ૨૦૨૨ના ઉપલબ્ધ આંકડા અનુસાર ૯.૬૩ અબજ ડોલરની નિકાસ સાથે ગુજરાત નિકાસ ક્ષેત્રે દેશમાં અવ્વલ ક્રમ ઉપર હતું.

આવી જ રીતે, દેશની નિકાસમાં સિંહફાળો આપતા જીલ્લાઓમાં પણ ગુજરાત આગળ પડતું સ્થાન ધરાવે છે. રૂ.૧૦૦૦ કરોડથી વધારાની નિકાસ ધરાવતા દેશના ટોચના ૫૦ જીલ્લાઓમાં ગુજરાતના ૧૦ જીલ્લાઓનો સમાવેશ થાય છે અને તેમાં પ્રથમ ક્રમે દેશની ક્રુડ ઓઈલ રીફાઇનિંગનું સૌથી મોટું કેન્દ્ર જામનગર આવે છે.

ફેબ્રુઆરીમાં એકલા જામનગર જીલ્લામાંથી રૂ.૩૮,૦૯૨.૨૩ કરોડની નિકાસ થઇ હતી. આ પછીના ક્રમે દેશનું ટેક્સટાઈલ્સ અને ડાયમંડ પોલિશિંગ હબ સુરત આવે છે જય્રથી એ માસમાં રૂ.૧૧,૬૪૧.૯૯ કરોડની નિકાસ થઇ હતી. અહી નોંધવું જરૂરી છે કે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ કરતા આ બન્ને જીલ્લાઓ આગળ છે.મુંબઈદેશમાં ત્રીજા ક્રમે આવે છે.

દેશની સૌથી વધુ નિકાસમાં ક્રુડ ઓઈલ રીફાઇન્ડ પ્રોડક્ટ જેવી કે પેટ્રોલ, ડિઝલ અને અન્ય ઇંધણ (કુલ નિકાસમાં ૧૩ ટકા હિસ્સો), કેમિકલ્સ(કુલ નિકાસમાં ૫.૧૬ ટકા હિસ્સો), ડાયમંડ અને અન્ય કિંમતી મોતીઓ (૯.૨૬ ટકા હિસ્સો), ફાર્મા ૪.૫૫ ટકા હિસ્સો) જેવી ચીજાેમાં ગુજરાત ઉત્પાદનનું મોટું હબ હોવાથી રાજ્યનો દેશની નિકાસમાં મોટો ફાળો છે એમ, ડીરેક્ટર જનરલ ઓફ કોમર્શીયલ ઈન્ટેલીજન્સ એન્ડ સ્ટેટીસ્ટીકસનું એનાલિસીસ જણાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.