દેશની કુલ સંપત્તિમાંની અડધાની માલિકી ૧૦% અમીરો પાસે
નવી દિલ્હી, હાલમાં જ જાહેર થયેલા સરકારી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ભારતના ૧૦ ટકા સૌથી વધુ અમીર દેશની અડધાથી વધુ ભૌતિક અને નાણાકીય સંપત્તિ ધરાવે છે, જ્યારે નીચેના ૫૦ ટકાની પાસે ૧૦ ટકાથી ઓછી સંપત્તિ છે. નેશનલ સેમ્પલ સર્વે દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા ડેબ્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સર્વે, ૨૦૧૯ દર્શાવે છે કે ૧૦ ટકા ધનિકો શહેરી વિસ્તારમાં કુલ સંપત્તિના ૫૫.૭ ટકા સંપત્તિ ધરાવે છે.
જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ૫૦.૮ ટકા માલિકી ધરાવે છે. સંપત્તિની ગણતરી માલિકીની દરેક વસ્તુ પર નાણાકીય મૂલ્ય મૂકીને કરવામાં આવી હતી. જેમાં જમીન, બિલ્ડિંગ, પશુધન અને વાહનની સાથે-સાથે નાણાકીય જેમ કે કંપનીઓમાં શેર, બેંકમાં ડિપોઝિટ અને પોસ્ટ ઓફિસ વગેરેનો સમાવેશ થતો હતો.
જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન હાથ ધરવામાં આવેલા સર્વેમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે, ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની કુલ ભૌતિક અને નાણાકીય સંપત્તિ ૨૭૪.૬ લાખ કરોડ હતી, જેમાંથી ૧૩૯.૬ લાખ કરોડ ૧૦ ટકા અમીરો પાસે હતી. ગ્રામીણ વિસ્તારોમાં, કુલ ૨૩૮.૧ લાખ કરોડ રૂપિયામાંથી ટોચના ૧૦ ટકાની સંપત્તિ ૧૩૨.૫ લાખ કરોડ રૂપિયા છે.
ગ્રામીણ વિસ્તારોમાં નીચેના ૫૦ ટકા લોકો પાસે ૧૦.૨ ટકા સંપત્તિ છે અને શહેરી વિસ્તારોમાં ૬.૨ ટકા સંપત્તિ ધરાવે છે. કેટલાક રાજ્યોમાં ઢાળ વધુ ચિન્હિત થયેલ છે. ગ્રામીણ વિસ્તારોની અંદર, જ્યાં ભારતની આશરે ૨/૩ વસ્તી રહે છે, દિલ્હીમાં ઢાળ સૌથી વધારે હતો, જેમાં ટોચના ૧૦ ટકાની પાસે ૮૦.૮ ટકા સંપત્તિ છે જ્યારે નીચેના ૫૦ ટકા પાસે ૨.૧ ટકા સંપત્તિ છે.
રાજધાનીના પરિઘમાં ગ્રામીણ જમીનની બાકી રહેલી કિંમતના ઉચ્ચ મૂલ્યાંકનના કારણે આ હોઈ શકે છે. મોટા રાજ્યોમાં દિલ્હી બાદ, ગ્રામીણ વિસ્તારોમાં સંપત્તિની અસમાનતા પંજાબાં સૌથી વધુ હતી, જ્યાં ૧૦ ટકા ધનિકો ૬૫ ટકાથી વધુ સંપત્તિ ધરાવે છે અને નીચેના ૫૦ ટકા પાસે માત્ર ૫ ટકા કરતાં વધારે છે.
ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને હરિયાણામાં સંપત્તિની માલિકીમાં ઘણો ઢાળ જાેવા મળ્યો હતો. મોટા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમ્મુ અને કાશ્મીરમાં ગ્રામીણમાં ઢાળ સૌથી ઓછો હતો. જેમાં ૧૦ ટકા ધનિકો પાસે ૩૨ ટકા સંપત્તિ જ્યારે નીચેના ૫૦ ટકા પાસે ૧૮ ટકા સંપત્તિ છે.SSS