દેશની રક્ષા કરતા જબલપુરમાં ૭૦ સૈનિકોને કોરોના પોઝિટિવ
જબલપુર, સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના ફેલાઇ રહ્યો છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં હવે સેનાના જવાન પણ આવવા લાગ્યા છે. જબલપુરમાં સેના ૭૦થી વધુ જવાનોનો રિપોર્ટ પોઝિટિવમાં આવી ચૂક્યા છે. દેશની રક્ષામાં દિવસ-રાત ખડેપગે રહેતા સૈનિકો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જબલપુર સ્થિત સેનાની અલગ અલગ રેજિમેન્ટ અને તાલીમ સંસ્થાઓમાં જવાન સંક્રમિત થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં ૭૦થી વધુ જવાન કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. ગત ૩ દિવસની અંદર જ જબલપુર શહેરમાં અંદાજિત ૪૫ સૈનિકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જોકે હજુ કેટલાક જવાનોના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.
સેનામાં કોરોના સંક્રમણથી જિલ્લા સ્વાસ્થ્ય વિભાગ પણ ચિંતિત છે. ત્યારે સ્વાસ્થ્ય વિભાગે આર્મી હોસ્પિટલનો એક સર્વે પણ કરાવ્યો હતો. સ્વાસ્થ્ય વિભાગના નિરીક્ષણમાં સામે આવ્યું કે, સેનાના ક્વોરન્ટાઇન સેન્ટરમાં કોરોના સંક્રમિતોની સાથે એવા શંકાસ્પદ દર્દીઓને પણ રાખવામાં આવી રહ્યા હતા, જેમનામાં કોરોનાના લક્ષણ હતા. એટલા માટે સંક્રમણ વધ્યું.જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારી ડાૅ. રત્નેશ કુરારિયાના જણાવ્યા અનુસાર, બુધવારે જ સ્વાસ્થ્ય વિભાગની ટીમે આર્મી હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાં ક્વોરન્ટાઇન સેન્ટરના કેટલીક ખામીઓ મળવા પર તેમણે ઠીક કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કોરોના સંક્રમણની ઝપેડમાં દરેક ફિલ્ડનો વ્યક્તિ આવી રહ્યો છે. જબલપુર સ્થિત જૈક રાઇફલ્સ હોય કે જીઆરસી કે પછી આઈટીબીપીના જવાન, તમામમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઇ ચૂક્યું છે. સૈન્ય સંસ્થાનોમાં આ વધુના ફેલાય તેના પ્રયાસોમાં લાગી ગયું છે.