દેશની શાળાઓ અત્યારે ખોલી દેવાય એવું શકય લાગતુ નથી: ડો.ગુલેરિયા
નવીદિલ્હી, એમ્સના ચીફ રણદીપ ગુલેરિયાએ શાળાઓ શરૂ કરવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે નાના વિદ્યાર્થીઓ શાળામાં સતત માસ્ક પહેરી રાખે તેવી અપેક્ષા ન રાખી શકાય તેથી શાળાઓ ખોલવી સલાહભરી નથી
કોરોનાકાળમાં સ્કુલ ફરી કયારે શરૂ થશે તે અંગે દરેક વિદ્યાર્થી અને વાલી મુંઝવણમાં છે એમ્સના ચીફ રણદીપ ગુલેરિયાએ શાળાઓ શરૂ કરવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે ફરી સ્કુલ શરૂ કરવા રાહ જાેવી પડશે દેશમાં કોરોનાના વધતા કેસના મામલે દેશની શાળાઓ અત્યારે ખોલી દેવાય એવું શકય લાગતુ નથી.
ડો.ગુલેરિયામાં કહેવા પ્રમાણે દેશ અત્યારે સ્કુલ શરૂ કરવાની સ્થિતિમાં નથી વિશેષ ક્ષેત્રમાં કેસમાં ઘટાડા બાદ વિચારી શકાય પરંતુ અત્યારે શાળા રાબેતા મુજબ ચાલુ થઇ જાય તેમ શકય નથી જે દેશે સ્કુલ શરૂ કરી ત્યાંની સ્થિતિ અમે જાેઇ છે અને તેવી સ્થિતિ હજુ આપણા દેશમાં થઇ નથી તેવું તેમનું કહેવુ છે.
તેમણે કહ્યું કે શાળામાં ભણતા નાના ભુલકાઓ સતત માસ્ક પહેરી રાખે અને સ્કુલમાં સામાજિક અંતર રાખે તેવું શકય નથી આમ બાળકો સંક્રમિત થવાના જાેખમમાં છે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૯૦ હજાર કેસ નોંધાયા છે હાલ દેશમાં કુલ કેસની સંખ્યાનો આંકડો ૪૧ લાખને પાર જતો રહ્યો છે.HS
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf