Western Times News

Gujarati News

દેશની ૭૫% પુખ્ત વયની આબાદી થઇ ડબલ વેક્સિનેટેડ

(એજન્સી) નવીદિલ્હી, કોરોના વાયરસ વિરુદ્ધ જારી રસીકરણ અભિયાનમાં દેશે વધુ એક સિદ્ધિ હાસિલ કરી છે. જાન્યુઆરી ૨૦૨૧થી શરુ થયેલ વેક્સિનેશન કાર્યક્રમ હેઠળ હજુ સુધી ભારત પોતાની ૭૫% પુખ્ત વયની આબાદીને વેક્સિનના બે ડોઝ લગાવવાનું લક્ષ્ય મેળવી લીધું છે.

આ ખુશખબર રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાએ ટ્‌વીટ કરી છે. ત્યાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંડાવિયાના ટ્‌વીટને રીટ્‌વીટ કરતા દેશની ઉપલબ્ધીની શુભેચ્છા પાઠવી.‘તમામ પુખ્ત વયના લોકોમાંથી ૭૫% લોકોને સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે.

આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે આપણા દેશવાસીઓને અભિનંદન. રસીકરણ અભિયાનને સફળ બનાવનારા તમામ લોકો પર ગર્વ છે.’ ઉલ્લેખનીય છે કે, ભારત સહિત વિશ્વના ઘણા દેશો છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસના પ્રકોપનો સામનો કરી રહ્યા છે. ભારત હાલમાં કોવિડ-૧૯ની ત્રીજી લહેરમાંથી પસાર થઈ રહ્યું છે, જાેકે આ વખતે રસીકરણને કારણે રોગચાળાએ બીજી લહેર જેટલો ગભરાટ પેદા કર્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.