Western Times News

Gujarati News

દેશની ૮૦ ટકા વસ્તીને હજુ પણ ચેપ લાગવાનું જોખમ છેઃ નિષ્ણાત

Files Photo

નવી દિલ્હી,  સ્વસ્થ થયા પછી પણ કોરોના ફરી થઈ શકે છે, તે ચોક્કસ છે. આ કહેવાનું છે કે, નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી.કે. પોલનું. શનિવારે ડોક્ટર પોલે કહ્યું કે કેટલાક લોકો જ પરંતુ કોરોના ફરી સ્વસ્થ થયેલા દર્દીમાં પણ આવી શકે છે. તેવા કેસ મળી રહ્યા છે. તેથી, નિયમો પાલનની ચોક્કસાઈ શરું જ રાખવી જોઈએ.

તેમણે કહ્યું કે સંજોગો પ્રમાણે દેશની ૮૦ ટકા વસ્તીને હજુ પણ ચેપ લાગવાનું જોખમ છે. હા એ વાત સાચી કે રસી આવવાની છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે બેદરકાર રહેવું જોઈએ. આ રસી માત્ર એક સાધન છે, આપણે કોવિડ બિહેવિયર અને માર્ગદર્શિકાને અનુસરતા રહેવું જોઈએ. મીડિયા સાથે વાત કરતા ડો.પોલે કહ્યું કે હમણાં દિલ્હીમાં કોરોન તેના સૌથી ઉચ્ચ સ્તરે છે. તેથી લોકોને વ્યક્તિગત સ્તરે સમજવું પડશે.

આપણે ટ્રેકિંગ અને આઇસોલેશનને ધ્યાનમાં લેવું પડશે. અત્યારે સૌથી અગત્યની બાબત એ છે કે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આશરે ૧૫ થી ૨૦ લોકોને આઇસોલેટ કરવા જોઈએ, કારણ કે તેઓ અજાણતા પણ ચેપ ફેલાવતા રહેશે. ડોક્ટર પોલે કહ્યું કે જે પણ પોઝિટિવ મળી આવે જરૂરી છે કે તેને બે દિવસ પહેલા સુધી મળેલા તમામ લોકોની ઓળખ કરવામાં આવે અને તેમને આઇસોલેટ કરવામં આવે. તેમણે કહ્યું કે દર્દીના સંપર્કમાં આવનારા આ લોકો ૭ દિવસ માટે સેલ્ફ ક્વોરન્ટીન થઈ જવું જોઈએ, જેથી તેઓ તેમના કુટુંબમાં અથવા અન્ય લોકોમાં ચેપ ન લાવે, જેના પછી તેઓએ તેમની તપાસ કરાવવી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.