Western Times News

Gujarati News

દેશનું સૌથી મોટુ રસીકરણ અભિયાન મોડેલરૂપ

ભારતે ર૧ મી ઓક્ટોબર, ર૦ર૧ના રોજ ૧૦૦ કરોડ રસીના ડોઝ આપવાનું સીમાચિહ્ન પાર કર્યુ છે. દેશમાં રસીકરણ અભિયાન શરૂ થયાના ફક્ત ૯ મહિનામાં જ આ સફળતા હાસલ થઈ ગઈ છે. કોવિડ-૧૯ મહામારીનો સામનો કરવાની આ સફર મહત્ત્વપૂર્ણ બની રહી છે.

ખાસ કરીને જયારે આપણે વર્ષ ર૦ર૦ની શરૂઆતની સ્થિતિને યાદ કરીએ તો માનવજાત ૧૦૦ વર્ષ પછી આ પ્રકારની મહામારીનો સામનો કરતી હતી. અને કોઈને વાયરસ વિશે વધારે જાણકારી પણ નહોતી. એ સમયેે કેવી અકલ્પનીય સ્થિતિ ઉભી થઈ હતી. આપણેે ઝડપથી વૃધ્ધી કરતાં અજાણ્યા અને અદ્રષ્ય શત્રુનો સામનો કર્યો હતો.

ચિંતાથી શરૂ કરેલી અને સુનિશ્ચિતતા સુધી પહોંચેલી આ સફરમાં આપણો દેશ મજબુત બનીને બહાર આવ્યો છે. જે માટે આપણા દેશમાં ચાલી રહેલું વિશ્વનુૃ સૌથી મોટુ રસીકરણ અભિયાન જવાબદાર છે.

આ ખરા અર્થમાં ભગીરથ પ્રયાસ છે. જેમાં સમાજના વિવિધ વર્ગના લોકો સકળાયેલા છે. આ અભિયાન કેટલુ મોટુ છે એનો અંદાજ મેળવવા આટેલુ વિચારો-રસીનો દરેક ડોઝ આપવામાં આરોગ્ય કર્મીઓને ફક્ત ર મીનિટ લાગે છે. આ રીતે આ સીમાચિહ્ન પાર કરવામાં આશરે ૪૧ લાખ માનવ દિવસો લાગ્યા છે. અથવા અંદાજે ૧૧.૦૦ માનવ વર્ષોનો પ્રયાસ થયો છે.

આપણામાંથી કેટલાંક લોકો હજુ પણ વિદેશી બ્રાંડમાં જ વિશ્વાસ મુકે છે. રોજીંદી જરૂરીયાતની ચીજવસ્તુઓ માટે પણ. જાે કે જયારે કોવિડ-૧૯ રસી જેવી મહત્ત્વપૂર્ણ બાબતની વાત આવી હતી. ત્યારે ભારતીયોએ એકમતે ‘મેડ ઈન ઈન્ડીયા’ રસીઓ પર ભરોસો મુક્યો હતો. આ ભારતીયોની માનસિક્તામાં ઉડીને આંખે વળગે એવુૃં પરિવર્તન છે.

ભારતનુૃ રસીકરણ અભિયાન ભારતની ક્ષમતાનુૃ આદર્શ ઉદાહરણ છે. જાે ભારતના નાગરીકો અને સરકાર જનભાગીદારીના એક સર્વસામાન્ય લક્ષ્યાંક માટે એક મંચ પર આવે, તો દેશ એને હાંસલ કરી શકે છે. જયારે ભારતમાં રસીકરણ અભિયાનની શરૂઆત થઈ હતી. ત્યારે ઘણા લોકોએ ૧૩૦ કરોડ ભારતીયોની ક્ષમતા વિશે શંકા સેવી હતી. કેટલાંક લોકોનું કહેવું હતુ કે ભારતને રસીકરણ અભિયાન પૂરૂ કરતા ૩ થી ૪ વર્ષ લાગશે.

અન્ય કેટલાંકનું કહેવુ હતુ કે લોકો રસી લેવા આગળ નહીં આવે. વળી, એવું કહેનારા લોકો પણ હતા કે રસીકરણની પ્રક્રિયામાં અવ્યવસ્થા અને અરાજકતા ઉભી થશે. અરે, કેટલાંક લોકોએ તો એવુૃં પણ કહ્યુ હતુ કે ભારત પુરવઠાની સાંકળનું વ્યવસ્થાપન નહીં કરી શકે. પણ જનતા કર્ફયુ અને પછી લોકડાઉનની જેમ ભારતીયોએ પુરવાર કર્યુ હતુ કે જાે તેઓ વિશ્વસનીય ભાગીદાર બને, તો ઉત્કૃષ્ટ પરિણામો હાંસલ થઈ શકશે.

અત્યા રસુધી ગણ્યાંગાંઠ્યા દેશો તેમની પોતાની રસીઓ બનાવી શક્યા છી. ૧૮૦થી વધારે દેશો અતિ મર્યાદિત ઉત્પાદકો પર નિર્ભર છે. અને ડઝન દશો હજુ પણ રસીના પુરવઠા માટે રાહ જાેઈ રહ્યા છે. આ સ્થિતિ સંજાેગોમાં ભારતે ૧૦૦ કરોડથી વધારે રસીના ડોઝ આપી દીધા છે!! જાે ભારતે પોતાની રીતે રસી વિકસાવી ન હોત, તો આપણા દેશમાં કેવી સ્થિતિ સર્જાઈ હોત એનો વિચાર કરો. આટલી મોટી વસ્તી માટે ભારતને પર્યાપ્ત રસીનો પુરવઠો કેવી રીતે મળ્યો હોત. અને તેમાં પણ કેટલાં વર્ષો લાગ્યા હોત?

આનો શ્રેય ભારતના વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકોને જાય છે. જેઓ કટોકટીના સ્થિતિમાં મુઠ્ઠી ઉંચેરા પુરવાર થયા. તેમની પ્રતિભા અને મહેનતને પરીણામે ભારત રસીની બાબતમાં ખરા અર્થમાં આત્મનિર્ભર બન્યુ છે. આપણા રસી ઉત્પાદકોએ આટલી મોટી વસ્તીની માંગને પૂર્ણ કરવા ઉત્પાદનક્ષમતા વધારીને દર્શાવ્યુ છે કે તેમના માટે દશે અને દેશના નાગરીકો સર્વોપરી છે.

ભારત જેવા વિશાળ દેશમાં રસીનુ ઉત્પાદન કરવુ પર્યાપ્ત નથી. રસીના ઉત્પાદન પછી અંતરિયાળ વિસ્તારોમાં પુરવઠો પહોંચાડવા અને શ્રેષ્ઠ લોજીસ્ટીક્સ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. આ સંપૂર્ણ સફરમાં એક ખાસ રેન્જમાં તાપમાન જળવાઈ રહેવુ જાેઈએ.

જેના પર કેન્દ્રીય સ્તરથી નજર રાખવામાં આવે છે. આ માટે ૧ લાખથી વધારે કોલ્ડ ચેઈન ઉપકરણોનો ઉપયોગ થયો હતો. મે વર્ષ ર૦૧પના સ્વતંત્રતા દિન ે મારા સંબોધનમાં જણાવ્યુ હતુ કે આપણો દેશ ‘ટીમ ઈન્ડીયા’ ને કારણે અગ્રેસ રહ્યો છે. અને ટીમ ઈન્ડીયા આપણા ૧૩૦ કરોડ ભારતીયોની વિશાળ ટીમ છે.

જનભાગીદારી લોકશાહીની સૌથી મોટી તાકાત છે. જાે આપણે ૧૩૦ કરોડ ભારતીયો ખભેખભા મિલાવીને દેશ ચલાવીએ તો આપણો દેશ દરેક ક્ષણેે ૧૩૦ કરોડ સ્ટેપ અગ્રેસર રહેશે. આપણા રસીકરણ અભિયાનેે એકવાર ફરી આ ટીમ ઈન્ડીયાની ક્ષમતા પુરવાર કરી છે. ભારતની એના રસીકરણ અભિયાનની સફળતોએ દુનિયાને એ પણ દર્શાવ્યુ છે કે લોકશાહી અસરકારક રીતે કામ કરી શકે છે.

મને આશા છે કે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં આપણી સફળતા આપણા યુવાનોને , આપણા ઈનોવેટર્સને અને સરકારના તમામ સ્તરે જાહેર સેવા પ્રદાન કરવાના નવા માપદંડો સ્થાપિતક રવા પ્રેરીત કરશે. જે આપણા દેશની સાથે સંપૂર્ણ દુનિયા માટે મોડેલરૂપ બનશે. -લેખક ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.