Western Times News

Gujarati News

દેશને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે મનમોહનસિંહે ત્રણ સુચન કર્યા

નવીદિલ્હી, પૂર્વ વડાપ્રધાન મનમોહસિંધે કોરોના વાયરસ મહામારીના કારણે પાટા ઉપરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને ફરી વેગવંતી બનાવવા માટે સુચનો કર્યા છે પૂર્વ વડાપ્રધાને કહ્યું કે આર્થિક સંકટને રોકવા માટે તાકિદે ત્રણ પગલા ઉઠાવવા જાેઇએ એ યાદ રહે કે ભારતીય અર્થવ્યવસ્થા મહામારીના શરૂઆત પહેલા જ મંદીમાં સપડાઇ ગઇ છે. ૨૦૧૯-૨૦માં જીડીપી ગ્રોથ ૪.૨ ટકા રહ્યો જે લગભગ એક દશકમાં સૌથી ઓછો ગ્રોથ રેટ છે.

પૂર્વ વડાપ્રધાને કહ્યું કે સરકારને સંકટ દુર કરવા અને આવનારા વર્ષોમાં સામાન્ય આર્થિક સ્થિતિનું નિર્માણ કરવા માટે ત્રણ પગલા ભરવા જાેઇએ પહેલું સરકારે લોકોની આજીવિકાને સુનિશ્ચિત કરવી જાેઇએ અને તેમને ડાયરેકટ કેશ ટ્રાન્સફર કરી તેમની ખર્ચ કરવાની શક્તિ મજબુત કરવી જાેઇએ બીજું સરકાર સમર્થિત ક્રેડિટ ગેરન્ટી પ્રોગ્રામના માધ્યમથી વ્યવસાયો માટે પુરતુ ફંડ ઉપલબ્ધ કરાવવું જાેઇએ ત્રીજુ ઇન્સિટટયુશનલ ઓટોનોમી એન્ડ પ્રોસેસના માધ્યમથી ફાઇનાન્સિયલ સેકટરને ઠીક કરવું જાેઇએ.

ભારતીય અર્થવ્યવસ્થા મહામારીની શરૂઆત પહેલા જ મંદીની પકડમાં આવી હતી ૨૦૧૯-૨૦માં જીડીપી ગ્રોથ ૪.૨ ટકા રહ્યો જે લગભગ એક દશકમાં સૌથી ઓછો ગ્રોથ રેટ છે દેશ હવે ધીમેધીમે અને લાંબા સમય સુધી બંધ રહ્યાં બાદ પોતાની અર્થવ્યવસ્થાને અનલોક કરી રહ્યો છે પરંતુ સંક્રમણની સંખ્યા વધવાના કારણે ભવિષ્ય અનિશ્ચિત છે કોરોના સંક્રમિતોની સંખ્યા હિસાબથી ભારત અમેરિકા અને બ્રાઝીલ બાદ દુનિયાનો ત્રીજાે પ્રભાવિત દેશ છે.

અર્થશાસ્ત્રીઓએ પણ ૨૦૨૦-૨૧ નાણાંકીય વર્ષ માટે ભારતની અર્થવ્યવસ્થાની જીડીપીમાં ઝડપી ઘટાડાની આશંકાની ચેતવણી આપી છે જે ૧૯૭૦ના દશક બાદ સૌથી ખરાબ ટેકનીકલ મંદી હોઇ શકે છે  ડો.મનમોહન સિંહે કહ્યું કે હું ડિપ્રેશન જેવા શબ્દોનો ઉપયોગ નથી કરવા માંગતો પરંતુ એક લાંબી આર્થિક મંદીના અણસાર હતાં જ તેઓએ કહ્યું કે આ આર્થિક મંદી માનવીય સંકટના કારણે છે આ આપણા સમાજમાં કેદ ભાવનાઓથી માત્ર આર્થિક સંખ્યા અને પધ્ધતિઓને દર્શાવવા માટે મહત્વપૂર્ણ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.