દેશને તોડવાની વાત કહેનારાઓ સામે પૂરી તાકાતથી ઊભું રહેવું પડશે: વડાપ્રધાન

નવીદિલ્હી, ભાજપ સંસદીય દળની મંગળવારે સંસદની લાઈબ્રેરી હોલમાં બેઠક થઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, વિકાસ માટે દેશમાં શાંતિ, એકતા અને સંપ જરૂરી છે. આ માત્ર કહેવા માટે જ નથી, પરંતુ દરેકે આના માટે પ્રયાસ કરવા પડશે.મોદીએ ભારત માતાની જય અને વંદે માતરમ્ અંગે રાજનીતિ કરનારાઓ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ઘણા નેતાઓને ભારત માતાની જય અને વંદે માતરમ્ બોલવામાં પણ શરમ આવે છે. આ લોકો ‘દેશના ટુકડા-ટુકડા’ના નારા લગાવે છે. આવા લોકો સામે પૂરી તાકાતથી ઊભા રહેવાની જરૂર છે.
મોદીએ કહ્યું કે, બીજા પક્ષો માટે રાજકારણ પહેલા છે પરંતુ ભાજપ માટે રાષ્ટ્ર સર્વોપરી છે. આ સંદેશ સાથે તમામ સાંસદોએ કામ કરવું જોઈએ. બેઠકની માહિતી આપતા સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, પીએમ મોદીએ તેમના સંબોધનમાં જન ઔષદીય યોજનાની પ્રશંસા કરતા કહ્યું કે, આનાથી ગરીબ દર્દીઓ, વૃદ્ધોને ઘણી રાહત મળી છે.
જોશીના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને કહ્યું કે હજુ પણ કેટલીક પાર્ટીઓ દ્વારા પાર્ટી હિતોને રાષ્ટ્રીય હિતોથી વધુ ઉપર રાખવામાં આવે છે. વડાપ્રધાને સાંસદોને સંદેશ આપ્યો કે પાર્ટી હિત કરતાં દેશ હિત ઉપર છે. વડાપ્રધાને કહ્યું કે તમામ સાંસદોને સમાજમાં શાંતિ, સદ્ભાવ અને એકતા સુનિશ્ચિત કરવા માટે કામ કરવું જોઈએ.વડાપ્રધાન મોદીએ કહ્યું કે પાર્ટી હિતથી મોટો દેશ છે અને જો તેઓ ભારત માતા કી જય બોલે છે તો સવાલ ઉઠાવવામાં આવે છે. તેઓએ કહ્યું કે આપણે દેશ હિતની લડાઈ લડવાની છે, આપણે દેશહિતને મહત્વ આપવાનું છે, પાર્ટી હિતને પાછળ રાખવાનું છે. કેટલાક લોકોને ભારત માતા કી જય બોલવામાં તકલીફ પડે છે જે ખૂબ જ દુખદ છે.
ભાજપ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા. ભાજપની સંસદીય દળની બેઠકમાં તેમને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ આકરૂ નિશાન તાક્યું હતું. બેઠકમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા સીનિયર નેતા હાજર છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, એક તરફ દળ હિત છે પણ અમારા માટે દેશ હિત પહેલુ છે. કેટલાક લોકો પોતાના પક્ષ માટે જીવી રહ્યા છે, અમે દેશ માટે જીવીએ છીએ. અમે લોકો સબકા વિકાસ સબકા સાથ પર ચાલવાના છીએ.તેમણે સકારાત્મક મુદ્દે પણ વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવતા વિરોધના સંદર્ભમાં કહ્યું હતું કે, દેશમાં વિરોધી તંત્ર વધુ તાકાત સાથે સક્રિય થયું છે. પણ શાંતિ વિના દેશનો વિકાસ સંભવ નથી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ સાંસદોને પણ માર્મિક ટકોર કરી હતી. તેમણે કહ્યુ હતું કે, ભાજપના સાંસદો દેશ માટે સમય કાઢે. આ અગાઉ પણ તેઓ પોતાના પક્ષના જ સાંસદોને કડક સૂચના આપી ચુક્યા છે.
આ દરમિયાન તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ નિશાને લીધા હતાં. મનમોહન સિંહનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું હતું કે, પૂર્વ પીએમને ભારત માતા કી જય બોલવામાં શરમ આવે છે. સોશિયલ મીડિયાથી અલવિદાની જાહેરાત બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઇ ગયા છે. મંગળવારના રોજ થયેલી સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ દિલ્હી હિંસાનો સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે દેશમાં શાંતિ અને એકતા જરૂરી છે. મીટિંગમાં મોદીએ પોતાના નારાને ફરીથી દોહરાવાતા કહ્યું કે સબકા સાથ, સબકા વિકાસની સાથો સાથ સબકા વિશ્વાસ પણ જરૂરી છે. તેઓ બોલ્યા સૌથી પહેલાં દેશ અને પછી પક્ષ છે.