દેશને દગો દેનાર ગમે તેટલો તાકાતવર હોય, તેને છોડાશે નહીંઃ મોદી
નવીદિલ્હી, ગુજરાતમાં કેવડીયા ખાતે દેશના વિજીલન્સ કમિશ્નરોના ઉચ્ચ કક્ષાના સેમીનારને વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર મોટો પડકાર છે. સુરાજય ત્યારે સંભવ છે, જયારે બધાને ન્યાય મળે, જયારે ભ્રષ્ટાચાર કોઈનો હક છીનવે છે.
વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હું કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન કયોર, પ્રિવેન્શન આપની કાર્યપ્રણાલીનો ભાગ બને. અપરાધ કરનાર નવી નવી તરકીબો શોધે છે ત્યારે તતમારે તેમનાથી બે ડગલા આગળ રહેવાનું છે. કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની વિશાળકાય પ્રતિમાના સાંનિધ્યમાં દેશના વિજીલન્સ કમિશ્નરોના યોજાયેલા સેમીનારમાં વર્ચ્યુઅલી સંબોધનમાં પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આપ સરદાર વલ્લભભાઈ પટેલનાં સાંનિધ્યમાં આપ મહામંથનમાં જાેડાયા છો.
સરદાર પટેલે ગવર્નન્સને જનહિતનાં આધાર બનાવવાને પ્રાથમીકતા આપી હતી. આપની કર્મશીલતા સરદાર પટેલના આદર્શને મજબૂત કરશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર પ્રગતિમાં બાધક છે. સામુહિક શક્તિને તે અસર કરે છે. આપ પર ભ્રષ્ટાચાર દુર કરવાની જવાબદારી છે.
મોદીએ જણાવ્યું હતું કે ગત ૬-૭ વર્ષમાં દેશમાં અમે વિશ્ર્વાસ કાયમ કરવામાં સફળ થયા છીએ. આજે વચેટીયા વિના સરકારી યોજનાનો લાભ મળે છે. વડાપ્રધાને વિજીલન્સ કમીશ્નરોને જણાવ્યું હતું કે દેશને દગો દેનાર કેટલો પણ તાકાતવાર કેમ ન હોય તેના પર રહેમ ન કરી શકાય. વડાપ્રધાને કોંગ્રેસનું નામ લીધા વિના નિશાન સાધ્યું હતું કે આઝાદી બાદના દાયકાઓમાં દેશમાં સરકારે બધુ પોતાના કબ્જામાં રાખ્યું હતું. આ કારણે સિસ્ટમમાં ખોટી પ્રવૃતિએ જન્મ લીધો હતો.
વડાપ્રધાને વિજીલન્સ કમિશ્નરોને જણાવ્યું હતું કે આપણે એ યાદ રાખવાનું છે રાષ્ટ્ર પ્રથમ આપણા કામની એક જ કસોટી છે- જનહિત સરકારે સખ્ત કાનૂન બનાવ્યા છે, તેને લાગુ કરવા આપનું કર્તવ્ય છે. કોઈ કેટલો પણ તાકાતવર કેમ ન હોય, રાષ્ટ્ર હિતમાં તેની સામે એકશન લેવા જાેઈએ. આપણું કામ કોઈને ડરાવવાનું નહીં, ડર કાઢવાનું છે.HS