Western Times News

Gujarati News

દેશને વિભાજિત કરવાની રાજનીતિ થઈ રહી છેઃ સોનિયા ગાંધી

નવી દિલ્હી,  ઉદયપુરમાં શુક્રવારે આયોજિત ત્રણ દિવસીય ચિંતન શિબિરને સોનિયા ગાંધીએ સંબોધિત કરતા સત્તાપાર્ટી ભાજપા પર લઘુમતીઓ પર અત્યાચાર કરવાનો અને મહાત્મા ગાંધીના હત્યારાઓને મહિમા આપવાનો આરોપ લગાવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં જણાવ્યું છે કે, ભાજપ લધુમતીઓ પર અત્યાચાર કરી રહી છે અને ગાંધીજીના હત્યારાનું મહિમામંડન કરી રહી છે.

સોનિયા ગાંધીએ ઉમેર્યું કે તાજેતરમાં દેશની વહેંચણી કરવાની રાજનીતિ થઈ રહી છે. દેશનું સંવિધાન ખતરામાં છે.કોંગ્રેસના ચિંતન શિબિરમાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, દેશમાં હાલ એવો માહોલ પૈદા કરવામાં આવી રહ્યો છે કે લોકો સતત ડર અને અસુરક્ષા મહેસૂસ કરે. લઘુમતીઓ પર ચતુરાઈપૂર્વક ક્રૂરતાની સાથે નિશાન બનાવવામાંઆવી રહ્યા છે. લધુમતીઓ આપણા સમાજનું અભિન્ન અંગ છે અને આપણા દેશના સમાન નાગરિક છે.

સોનિયા ગાંધીએ ઉમેર્યું હતું કે, દેશમાં ખેડૂતો વિરુદ્ધ જે કાળો કાયદો લાવવામાં આવ્યો, ત્યારે કોંગ્રેસે સંસદ અને સંસદ બહાર ખેડૂતોના હિતમાં જાેરદાર લડાઈ લડી. સોનિયા ગાંધીએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ દેશમાં જે સાર્વજનિક ઉપક્રમ ઉભા કર્યા છે, તેણે વહેંચવામાં આવી રહ્યા છે.

સોનિયા ગાંધીએ ઉમેર્યું હતું કે, દેશમાં મોટી સંખ્યામાં બેરોજગારી વધી છે. સરકારની મનરેગા અને ફૂડ સિક્યોરિટી એક્ટને નબળો પાડવામાં આવી રહ્યો છે. લોકોને અમારી પસે ખૂબ જ આશા છે, તેનાથી અમે અજાણ નથી. અમે જ્યારે ચિંતન શિબિરમાંથી નીકળીશું ત્યારે એક નવા આત્મવિશ્વાસની સાથે નવા સંકલ્પની સાથે જનતાની વચ્ચે જઈશું અને તેમની વાતો સાંભળીશું. વર્તમાનમાં કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ સારી નથી. અસાધારણ પરિસ્થિતિઓનો સામનો ફક્ત અસાધારણ રીતે કરી શકાય છે. પાર્ટીએ નેતાઓને ઘણું આપ્યું છે.

હવે પાર્ટીનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. નોંધનીય છે કે, ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, બીજેપી અને ઇજીજીની નીતિઓના કારણે દેશ જે પડકારોનો સામનો કરી રહ્યું છે, તેના પર વિચાર કરવા માટે આ શિબિર એક સારો અવસર છે. હાલ દેશના મુદ્દાઓ પર ચિંતન અને પાર્ટીની સામે સમસ્યાઓ પર આત્મચિંતન કરવાનો અવસર મળ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.