દેશભરમાં એક જ દિવસમાં ૪૭ રૂપિયા મોંઘી થઇ ડુંગળી
નવીદિલ્હી, હજુ નવરાત્રિ ખતમ થઇ નથી અને ડુંગળી અત્યારથી જ આંખમાં આસુ લાવી રહી છે ચંડીગઢમાં ડુંગળી ૧૨૦ રૂપિયા કિલો પહોંચી ગઇ હોવાના અહેવાલો છે.લુધિયાણામાં પણ ડુંગળીની કીમતો ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગઇ.
જયારેજાે સમગ્ર દેશની વાત કરીએ તો એક જ દિવસમાં ભાવમાં ૨ રૂપિયાથી લઇ ૪૭ રૂપિયા પ્રતિ કિલો સુધી ઉછાળો આવ્યો છે ગ્રાહક બાબતોના મંત્રાલયની વેબસાઇટ અનુસાર બેંગ્લુરૂમાં ૪૦ રૂપિયા કિલો વેચાતી ડુંગળી હવે ૬૨ રૂપિયા વેચાઇ રહી છે
ઇન્દોરમાં ૪૫થી ૫૫ રૂપિયા અને પટણામાં ૧૦ રૂપિયા મોંધી થઇ ૬૫ રૂપિયા કિલો પહોંચી ગઇ જાે કે સરકારના આ આંકડા અને ગલી મહોલ્લા સાપ્તાહિક બજારોમાં ડુંગળીના ભાવમાં ખુબ અંતર છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના રાજકોટમાં ડુંગળી સૌથી સસ્તી ૨૫ રૂપિયા કિલો વેચાઇ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં આ ૨૬ રૂપિયા હતી તો પ્રયાગરાજ જાેધપુર ભોપાલ રીવામાં પણ ૩૦-૩૦ રૂપિયે કિલો ડુંગળી વેચાઇ અર્નાકુલમમાં ૧૦ રૂપિયા કિલો ઘટી આ ૮૦ રૂપિયે,પુણેમાં ૯ રૂપિયા સસ્તી થઇ ૪૫ રૂપિયા પર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અનેક ભાગોમાં ઓકટોબર મહીનામાં ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે.
ત્યારબાદ પુરવઠો ઓછો થઇ ગયો એશિયાની સૌથી મોટી ડુંગળી મંડી લસલગાંવમાં એક કિવંટલ ડુંગળીની કીમત ૭,૦૫૦ રૂપિયા સુધી પહોંચી ગઇ જયારે એક મહીના પહેલા સુધી આ કીંમત ૪,૮૦૧ રૂપિયા પ્રતિ કિવંટલ હતી
લસલગાંવની મંડીના મંત્રી નરેન્દ્ર વધાવે કહે છે કે ભારે વરસાદના કારણે ડુંગળીની ખુબ શેટીંગ થઇ ગઇ છે. તેમણે કહ્યું કે મંડીમાં આ સમયે ૪ હજાર કિલંટન છે.HS