દેશભરની જેલના કેદીઓને વિવિધ રમતની તાલીમ અપાશે

પ્રતિકાત્મક
અમદાવાદ, જેલના કેદીઓના જીવનને વધુ સારું બનાવવામાં મદદ કરવા માટે ઇન્ડિયન ઓયલે ‘પરિવર્તન નામક એક અનોખી પહેલની શરૂઆત કરી છે – જે દેશભરની અમુક જેલોમાં કેદીઓને વિવિધ રમતોમાં તાલીમ આપવાની એક પહેલ છે. ઇન્ડિયન ઓયલના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્ય દ્વારા આજે આ પહેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પહેલ અંતર્ગત ઇન્ડિયન ઓયલ, સંબંધિત રાજ્ય પોલીસના જેલ વિભાગ સાથે સંકલન કરીને, જેલની કેદીઓની શારીરિક અને માનસિક પરિસ્થિતિને સુધારવા, ખાસ કરીને આ રોગચાળાના સમયગાળા દરમિયાન મદદ કરવા, ભારતની જેલોમાં બેડમિન્ટન, વોલીબોલ, ચેસ, ટેનિસ અને કેરમમાં તાલીમ કાર્યક્રમોની સુવિધા આપશે. આ અનોખી પહેલની શરૂઆત યોગાનુયોગ ભારતના ૭૫ માં સ્વતંત્રતા દિવસે કરવામાં આવી છે. ચાર સપ્તાહની આ તાલીમ દરમ્યાન ૧૨૯ કેદીઓને આ ખેલોમાં મૂળભૂત પ્રશિક્ષણ આપવામાં આવશે, જેનાથી તેઓ મનોરંજન ઉપરાંત સ્થાનિક સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે. આ પહેલ સહભાગીઓના આત્મસન્માન અને આત્મવિશ્વાસમાં પણ વધારો કરશે.
ઇન્ડિયન ઓયલ આ પ્રોગ્રામના સહભાગીઓને સાધન સામગ્રી પણ આપશે. ઇન્ડિયન ઓયલના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આ કાર્યક્રમનું સંચાલન કરશે. બેડમિન્ટન ખેલાડીઓ અભિન્ન શ્યામ ગુપ્તા (અર્જુન પુરસ્કાર વિજેતા), તૃપ્તિ મુરુગુંડે (કોમનવેલ્થ ગેમ્સ મેડલ અને ધ્યાનચંદ પુરસ્કાર વિજેતા), એસ અરુણવિષ્ણુ (રાષ્ટ્રીય ચેમ્પિયન); મહિલા ગ્રાન્ડ માસ્ટર પદ્મિની રાઉત (ચેસ), ટેનિસ ખેલાડી રશ્મિ ચક્રવર્તી (રાષ્ટ્રીય ચેમ્પિયન) અને જાણીતા કેરમ ખેલાડીઓ રમેશબાબુ, એસ પરિમલાદેવી અને શ્રીનિવાસ આ કાર્યક્રમના કોચ હશે.
હાલમાં, ઇન્ડિયન ઓયલ જેલની મુદત પુરી કરી ચુકેલા લોકોને તમિલનાડુ, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં ૩૦ રિટેલ આઉટલેટ્સ પર ગ્રાહક પરિચારકો તરીકે રોજગાર આપે છે.SSS