દેશભરમાં આવનારી ચૂંટણી માટે ૧૫૨૫ કરોડના ખર્ચે નવા ઈવીએમ ખરીદાશે

નવીદિલ્હી, ગઈકાલે ૧ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ જાહેર કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં આવનારી લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે નવા ઈફસ્ ખરીદવા માટે બજેટ ફળાવવામાં આવ્યું છે. ? ૧૫૨૫ કરોડના ખર્ચે ચૂંટણી પંચ માટે કેન્દ્રીય સરકાર નવા ઈવીએમ ખરીદશે.
બેલેટ યુનિટ્સની સાથે તેના કંટ્રોલ યુનિટ્સ અને વેરીફાયેબલ પેપર અને પેપર ટ્રેલ મશીન મેળવવા માટે ચૂંટણી પંચને અલગથી ભંડોળ પૂરું પાડવામાં આવશે અને નાણાંમંત્રી ર્નિમલા સીતારમને તેમની સ્પીચ દરમિયાન તેની જાહેરાત કરી હતી.
ચૂંટણીમાં વાપરવામાં આવતા ઈવીએમ મશીનનો વિવિધ પ્રોટોકોલને અનુસરીને, એક્સપર્ટ પેનલની દેખરેખ હેઠળ નાશ કરવામાં આવે છે. એક ઈફસ્ સરેરાશ ૧૫ વર્ષ સુધી ક્ષતિરહિત કામ કરી શકે છે. આ સાથે જ, ઓર્ગન્સ ઓફ ઈલેક્શન હેડ હેઠળ કુલ રૂ. ૨૯૨ કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં લોકસભાની ચૂંટણી માટે રૂ. ૧૮૦ કરોડ અને ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ માટે રૂ. ૧૮ કરોડનો સમાવેશ થાય છે.HS