દેશભરમાં ઉત્સાહનો માહોલ
રામલ્લાની વિવાદાસ્પદ જગ્યા રામલલ્લાની જ છે દેશમાં ઉત્સાહનો માહોલઃ જય શ્રીરામ ના નારા સર્વત્ર ગુંજી ઉઠયા
રામલલ્લાની વિવાદાસ્પદ જમીનનો ચુકાદો આપતા સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટીસે ચુકાદો આપતા જણાવ્યું કે જે પુરાવાઓ રજુ કરવામાં આવ્યા છે. તે તપાસતા રામલલ્લાની વિવાદાસ્પદ જમીન રામલલ્લાની જ છે; અને રામમંદિરનું નિર્માણ ત્યાં થશે.
ચુકાદો તરફેણમાં આવતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ સર્જાયો છે. દેશમાં ઠેર-ઠેર “જયશ્રી રામ” ના નારા ગુંજી રહયા છે, અને સુપ્રિમકોર્ટના ચુકાદાને આવકારતા લોકોમાં ભારે ઉત્સાહ જાવા મળે છે. દેશને દિશા દેખાડનારા આ ચુકાદાને સર્વત્ર આવકાર મળી રહયો છે.
બરોબર ૧૧ વાગે ચુકાદો સંભાળવવામાં આવ્યો હતો. આ ચુકાદાની સાબિત થયું કે ઢાંચાની નીચે જ રામમંદીર હતું, ૧૮પ૬ થી ત્યાં પુજા થતી હતી; અને જયારે પ્રતિબંધ મુકવામાં આવ્યો. ત્યારે બહાર પુજા-અર્ચના થતી હતી. ખોદકામ કરતાં જે અવશેષો મળી આવ્યા છે. તે પણ સાબિત છે કે વિવાદિત જગ્યા રામલલ્લાની જ છે.