Western Times News

Gujarati News

દેશભરમાં ચીન સામે ઉગ્ર રોષ

ચીની સેનાએ કાયરતાપૂર્ણ હરકત કરીને ધાત લગાવી ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો આ તબક્કે ચીન અને ભારતના જવાનો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો આ સંઘર્ષમાં ભારતના ર૦ જવાનો શહિદ થયા હતા. ચીનના આ પગલા સામે દેશભરમાં આક્રોશ છે તો બીજી તરફ ર૦ શહિદ જવાનોને શ્રધ્ધાંજલી આપવા દેશભરમાં ઠેરઠેર કાર્યક્રમો યોજાઈ રહયા છે.

લોકો ભારતીય સેના પર ગર્વ કરી રહયા છે  આપણા દેશના બહાદુર જવાનોએ ચીનના પ૦૦ થી ૬૦૦ જવાનો સામે ટક્કર ઝીલી હતી અમદાવાદ શહેરમાં પણ ચીની સૈનિકોની હરકતના વિરોધમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે શહેરમાં ઠેરઠેર ચીનના પ્રમુખની તસ્વીરોને બાળવામાં આવી રહી છે. આ ઉપરાંત ભારતના શહિદ જવાનોને શ્રધ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં યુવાનોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ચીનના પ્રમુખ જીનપીંગની તસ્વીરો બાળી હતી ચીનની હરકતના વિરોધમાં શહેરભરમાં ચીનની બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે હવે નાગરિકો એકસુત્ર થઈ રહયા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.