દેશભરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૩૬૬૫૨ મામલા
નવીદિલ્હી, દેશમાં કોવિડ ૧૯ના ૩૬,૬૫૨ નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા શનિવારે ૯૬ લાખને પાર પહોંચી ગઇ છે.તેમાંથી ૯૦ લાખથી વધુ લોકોના સંક્રમણ મુક્ત થવાની સાથે સંક્રમિતોના ઠીક થવાના રાષ્ટ્રીય દરમાં વધારે થઇ ૯૪.૨૦ ટકા થઇ ગયો છે.
આરોગ્ય મંત્રાલય તરફથી સવારે આઠ વાગે જારી આંકડા અનુસાર દેશમાં સંક્રમણના ૩૬,૬૫૨ નવા મામલા સામે આવવાની સાથે જ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૬,૦૮,૨૧૧ થઇ ગઇ છે.જયારે ૫૧૨ વધુ લોકોના મોત બાદ મૃતકોનો આંકડો વધીને ૧,૩૯,૭૦૦ થઇ ગઇ છે.
દેશમાં અત્યાર સુધી ૯૦,૫૮,૮૨૨ લોકો સંક્રમણ મુકત થઇ ચુકયા છે અને સ્વસ્થ થવાની રાષ્ટ્રીય દર ૯૪.૨૦ ટકા થઇ ગઇ જયારે મૃત્યુ દર ૧.૪૫ ટકા છે આંકડા અનુસાર દેશમાં આ સમયે ૪,૦૯,૬૮૯ દર્દીઓની સારવાર ચાલી રહી છે જે કુલ મામલાના ૪.૩૫ ટકા છે ગત કેટલાક દિવસોથી સક્રિય મામલાની સંખ્યા પાંચ લાખની નીચે બનેલ છે.જયારે ગત ૨૪ કલાકમાં ૪૨,૫૩૩ દર્દીઓ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઇ પોતાના ઘરે પાછા ફર્યા છે.HS