દેશભરમાં ડીઝલ પેટ્રોલના ભાવમાં ધટાડો નોંધાયો

નવીદિલ્હી, અઠવાડીયાના પહેલા દિવસે પેટ્રોલ અને ડીઝલ ખરીદનારાઓને મોટી રાહત મળી છે સરકારી ઓઇલ માર્કેટીંગ કંપનીએ આજે ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે જાે કે સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી આજે માત્ર ડીઝલ સસ્તુ થયું છે ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવમાં ૧૧થી ૧૨ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે ત્યારબાદ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં એક લીટર ડીઝલનો ભાવ ૭૩.૧૬ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.બીજી તરફ એક લીટર પેટ્રોલ માટે ૮૨.૦૮ રૂપિયા ચુકવવા પડશે સાઉદી અરબે ઓકટોબરમાં વેચાણ માટે પોતાના ઓઇલના ભાવ ઘટાડી દીધા છે કોરોના વાયરસનું સંક્રમણ વધવાથી ઓઇલ બજારમાં હાલમાં વધેલી માંગ ફરીથી નબળી પડી રહી છે.જુન બાદ પહેલી વાર એશિયટા માટે પોતાના અરબ લાઇટનો ભાવ ૧.૪ ડોલર પ્રતિ બેરલ ઘટાડી દીધો ત્યારબાદ તેમના ઓઇલનો ભાવ સઉદી અરબ દ્વારા ઉપયોગમાં લેવાતા બેન્ચમાર્કથી ૫૦ સેન્ટ ઓછો થઇ ગયો અરામકો પશ્ચિમોત્તર યુરોપમાં પણ ઓછા કરશે.HS