દેશભરમાં હજારો લોકોને ટાર્ગેટ કરતા ઠગબાજાેને ઝડપતી દિલ્હી સાયબર ક્રાઈમ
નોકરી વાંચ્છુઓને લૂંટતી ઠગ ટોળકી ઝડપાઈ : વેબસાઈટ-છાપાઓમાં એરપોર્ટ પર ઉંચા પગારોની નોકરીની જાહેરાતોના માધ્યમથી ચાલતું કૌભાંડ
નવી દિલ્હી: “લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે” આપણે ત્યાં આ કહેવત પ્રચલિત છે. સરકાર અને પોલીસ વારંવાર ચેતવે છે કે કોઈપણ ઓનલાઈન કે અન્ય પ્રકારની લોભામણી જાહેરાતના ચક્કરમાં ફસાવવુ નહી તેમ છતા ટૂંકાગાળામાં મોટા આર્થિક લાભો લેવા કે પોતાના સપનાને સાકાર કરવાની લ્હાયમાં દેશના નાગરિકો છેતરાય છે પછી બૂમો પાડે છે દિલ્હીના સાયબરક્રાઈમના અધિકારીઓએ તાજેતરમાં જ રેકેટોનો પર્દાફાશ કર્યો છે
જેમાં કેન્દ્ર સરકારની નકલી યોજના “પી.એમ.શીશું વિકાસ યોજના”ના નામે ધુપ્પલ ચલાવ્યુ જેમાં આરોપીઓએ દેશભરમાં તેમણે આ ફ્રોડ સ્કીમ હેઠળ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને આવરી લઈ શૈક્ષણિક અને સ્વાસ્થ્યને લગતી જરૂરિયાતો પૂરી પાડવાની વાત કરી હતી
તેના માટે દેશભરમાં તેણે પોતાના એજન્ટો રોકયા હતા આ દેશવ્યાપી ફ્રોડ સ્કીમના માસ્ટર માઈન્ડ ગણાતા ત્રણ સૂત્રધારોને પોલીસે ઉત્તરપ્રદેશ અને બિહારમાંથી દબોચ્યા હતા.
તેવી જ રીતે જુલાઈ મહિનામાં એક ફેક વેબસાઈટને પણ દિલ્હી પોલીસે બ્લોક કરી હતી જેમાં “પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા યોજના ર૦ર૦” હેઠળ ચીટીંગ કરાતુ હતુ ભેજાબાજાે તેના “વોટસઅપ” મેસેજાે મોકલતા હતા તેઓને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત શરૂઆત કરી દીધી છે તેવી જ રીતે અન્ય એક રેકેટ પણ પોલીસે ઝડપી પાડયુ છે તેમાં એરપોર્ટ પર આવીને નોકરી વાંચ્છુઓ પાસેથી રૂપિયા ખંખેરતા હતા તેઓ નોકરી વાંચ્છુઓને ફોન કરીને અલગ-અલગ ખાતાઓમાં રકમ જમા કરાવવાનું કહેતા હતા નોકરી માટે તરસતા યુવાનો નાની-નાની રકમ જમા કરાવી દેતા હતા.
આશ્ચર્યની વાત તો એ છે કે ધુતારાઓ નકલી એપોઈન્ટમેન્ટ લેટર મોકલાવીને વધારે રૂપિયા ખંખેરી લેતા હતા પોલીસે આ પ્રકરણમાં પાંચ લોકોની ધરપકડ કરી છે દેશભરમાં આ લોકોએ હજારો બેરોજગારો પાસેથી મોટી સંખ્યામાં રૂપિયા પડાવ્યા હતા.