દેશમાંથી રાત્રિ કરફ્યુ હટાવાયો: અનલોક-૩ની ગાઈડલાઈન જાહેર
નવી દિલ્હી, કેન્દ્રના ગૃહ વિભાગે દેશમાં ફેલાયેલાં કોરોના વાયરસ વચ્ચે ધીમે ધીમે છૂટછાટો આપવાની શરૂ કરી છે. અનલોક-૧ બાદ અનલોક-૨ની અવધિ તા.૩૧મી જુલાઈએ પૂર્ણ થતી હોવાથી આજે અનલોક-૩ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દેશભરમાંથી રાત્રિ કફ્ર્યુ હટાવી લેવામાં આવ્યો છે. જાેકે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ કડકથી અમલ કરવાની તાકીદ કરવામાં આવી છે. દેશભરમાં તા.૧લી ઓગસ્ટથી આ ગાઈડલાઈનનો અમલ થશે. જાેકે, દેશભરમાં શાળા-કોલેજાે તથા સિનેમાગૃહો બંધ રાખવાનો આદેશ અપાયો છે. આ ઉપરાંત સામાજિક અને ધાર્મિક મેળાવડોમાં અગાઉ જાહેર કરાયેલી ગાઈડલાઈનનો અમલ હજુ ચાલુ રાખવામાં આવ્યો છે. જાેકે, જીમ તા.૫મી ઓગસ્ટથી ખોલી શકાશે.