દેશમાં આજે કોરોનાનાં કેસમાં નજીવો વધારો, પોઝિટિવિટી રેટ થયો ૪.૫%

નવીદિલ્હી, દેશમાં કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને સરકારો દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૭૧,૩૬૫ નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં ૫.૫% વધુ છે. છેલ્લા ૨૪ કલાકમાં આ વાયરસને કારણે ૧૨૧૭ લોકોનાં મોત થયા છે, જેમાંથી ૮૨૪ લોકોએ એકલા કેરળમાં જીવ ગુમાવ્યા છે. દેશમાં આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને ૫,૦૫,૨૭૯ થઈ ગયો છે.
ભારતનો સક્રિય કેસ લોડ હાલમાં નવ લાખથી ઘટીને ૮,૯૨,૮૨૮ પર આવી ગયો છે, કુલ કેસનો સક્રિય દર પણ ઘટીને ૨.૧૧% થયો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ ૪.૫% પર પહોંચી ગયો છે. આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧,૭૦,૮૭,૦૬,૭૦૫ કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૩,૬૧,૦૯૯ લોકોને રસી આપવામાં આવી છે. રિકવરી રેટ હાલમાં ૯૬.૭૦% છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૭૨,૨૧૧ સાજા થવા સાથે, આ રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૪,૧૦,૧૨,૮૬૯ થઈ ગઈ છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે ૧૫,૭૧,૭૨૬ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેનાથી દેશમાં ટેસ્ટની કુલ સંખ્યા ૭૪, ૪૬,૮૪,૭૫૦ થઈ ગઈ છે.
કોરોના સામે રક્ષણ માટે રસીકરણનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. સત્તાવાર માહિતી અનુસાર, દિલ્હીમાં ૮૨ ટકાથી વધુ કિશોરોને એન્ટી-કોરોનાવાયરસ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. સરકાર લોકોને કોરોનાથી બચવા માટે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા સતત અપીલ કરી રહી છે. સરકાર લોકોને માસ્ક પહેરવા અને ઘરની બહાર નીકળતી વખતે સામાજિક અંતરનું પાલન કરવા અંગે જાગૃત કરી રહી છે.HS