દેશમાં આઠ મોટા ઉદ્યોગોનું ઉત્પાદન ઘટયુ, સતત સાતમાં મહીને ઘટાડો થયો
નવીદિલ્હી, દેશમાં આઠ મોટા ઉદ્યોગના ઉત્પાદનમાં ઘટાડાનો સિલસિલો સપ્ટેમ્બરમાં સતત સાતમા મહીને જારી રહ્યો અને ઉત્પાદનમાં વાર્ષિક આધાર પર ૦.૮ ટકાનો ઘટાડો નોંધાયો છે.
જાે કે માર્ચ બાદ આ સૌથી ઓછા ધટાડો છે.વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં મુખ્ય રીતે કાચા તેલ,પ્રાકૃતિક ગેસ, રિફાઇનરી ઉત્પાદન અને સીમેંટ ક્ષેત્રોના ખરાબ પ્રદર્શનના કારણે બુનિયાદી ઉદ્યોગોના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો.
આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં આઠ બુનિયાદી ઉદ્યોગોના ઉત્પાદનમાં ઘટાડો માર્ચ બાદ સૌથી ઓછો રહ્યો છે કોરોના વાયરસ અને લોકડાઉનથી પ્રભાવિત આ દૌરમાં આર્થિક ગતિવિધિઓ પર અસર પડી છે.
આકંડા અનુસાર સપ્ટેમ્બકમાં કોલસો,વિજળી અને સ્ટીલ ઉદ્યોગના ઉત્પાદનમાં વધારો થયો તેની વિપરીત કાચા તેલ,રિફાઇનરી ઉત્પાદન ખાતર અને સીમેંટ તમામ વિસ્તારનું ઉત્પાદન નીચે આવ્યું.
નાણાં નાણાંકીય વર્ષની પહેલી છમાસિક એપ્રિલ સપ્ટેમ્બર દરમિયાન આઠ બુનિયાદી ઉદ્યોગોનું ઉત્પાદન ગત વર્ષ આ મુદ્તની સરખામણીમાં ૧૪.૯ ટકા ધટયું છે.તેના ગત વર્ષની પહેલી છમાસિકમાં આઠ બુનિયાદી ઉદ્યોગોનું ઉત્પાદન ૧.૩ ટકા વધ્યું હતું.
બીજી તરફ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયાનું એકીકૃત શુધ્ધ લાભ ચાલુ નાણાંકીય વર્ષની બીજી ત્રિમાસીકમાં ૨.૦૪ ટકા વધી ૧,૪૧૯.૬ કરોડ રૂપિયા પહોંચી ગયું તેના કારણે વેચાણમાં વધારો થયો છે.કંપનીને વર્ષ ભર પહેલાની સમાન ત્રિમાસીકમાં ૧,૩૯૧.૧ કરોડ રૂપિયાનો શુધ્ધ લાભ થયો હતો.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આ દરમિયાન પરિચાલનથી પ્રાપ્ત મહેસુલ ૧૦.૩૪ ટકા વધી ૧૮,૭૫૫.૬ કરોેડ રૂપિયા થઇ ગયા.આ વર્ષભર પહેલા ૧૬,૯૯૭.૯ કરોડ રૂપિયા હતાં કંપનીએ કહ્યું કે માંગમાં કેટલાક સુધારા તથા પુરવઠાના ક્રમિક રીતે સારા થવાથી બીજા ત્રિમાસીકમાં પ્રદર્શનમાં સુધાર થયો છે.
કંપનીએ કહ્યું કે લોકોની વધુમાં વધુ સુરક્ષાની અમારી નીતિ તથા એ સુનિશ્ચિત કરવાના તમામ પ્રોટોકોલનું અનુપાલન કરતા કંપનીના કારખાનામાં ઉત્પાદન વધ્યું છે અને પુરવઠા શ્રેણી ધીરે ધીરે સારી જ થઇ રહી છે.કંપનીએ કહ્યું કે આ દરમિયાન એકલ આધાર પર તેનો શુધ્ઘ લાભ વર્ષભર પહેલાની સમાન મુદ્તના ૧,૩૫૮.૬ કરોડ રૂપિયાથી વધી ૧,૩૭૧.૬ કરોડ રૂપિયા થઇ ગયા.HS