દેશમાં ઉત્પાદન થતું હોય એવા ક્રૂડના ભાવમાં કેન્દ્ર હસ્તક્ષેપ નહીં કરે
નવી દિલ્હી , ભારત સરકારે આજે દેશમાં ઉત્પાદન થતું હોય એવા ક્રુડ ઓઈલના ભાવ નક્કી કરવાની ખાનગી કંપનીઓને છૂટ આપી છે. આ ર્નિર્ણય કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો જેની જાહેરાત કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક બાદ કરી હતી.
અત્યારસુધી સ્થાનિક ઉત્પાદન માટે ક્રુડ ઓઈલના ભાવ નક્કી કરવામાં સરકારી હસ્તક્ષેપ હતો જેના કારણે કંપનીઓની આવક માર્યાદિત રીતે વધતી હતી.
બીજું, દેશમાં ખાનગી ક્ષેત્રને ક્રુડના સંશોધન, ઉત્પાદન અને વેચાણની છૂટ હોવા છતાં ભાવ નક્કી કરવાની છૂટ નહી હોવાથી સ્થાનિક ઉત્પાદન સતત ઘટી રહ્યું હતું અને આયાત વધી રહી હતી. કેન્દ્ર સરકારના વર્તમાન નિયમ અનુસાર ઓઈલ ઇન્ડિયા કે ઓએનજીસીના સ્થાનિક ઉત્પાદનમાંથી કઈ રીફાઈનરીને કેટલો હિસ્સો મળશે તે સરકાર નક્કી કરતી હતી. હિસ્સો નક્કી કર્યા પછી લંડન પેટ્રોલીયમ એક્સચેન્જના બ્રેન્ટ ક્રુડના ભાવના આધારે ભારતીય રીફાઇનરને ક્રુડ ઓઈલનું વેચાણ એક ચોક્કસ ભાવથી કરવામાં આવતું.
વિશ્વમાં જે – તે દેશમાં જે ટોચની પાંચ ક્રુડ રીફાઇન્ડ પ્રોડક્ટ હોય તેમાં વળતરના આધારે ભાવ નક્કી કરવામાં આવે છે અને દર છ મહીને કેટલું ક્રુડ આપવું તેનો જથ્થો નક્કી કરવામાં આવે છે.ક્રુડના ભાવ બજાર આધારિત કે કંપનીના સ્વતંત્ર ર્નિણય આધારિત થઇ જાય તો કંપનીઓની આવકમાં ધરખમ વધારો થઇ શકે છે. બીજું કેન્દ્ર સરકારની કરની આવક પણ વધી શકે છે. ક્રુડના ભાવ ઉપર કેદ્ન્ર સરકાર ૨૦ ટકા સેસ અને તેના ઉપર ૧૦ ટકા જેટલી રોયલટી વસુલે છે. જાે ઊંચા ભાવ થાય તો રોયલટીની આવકમાં પણ વધારો થશે.SS3KP