દેશમાં એક જ દિવસમાં ૩.૨ લાખ લોકોના ટેસ્ટ કરાયા

નવી દિલ્હી: કોવિડ-૧૯ના રોજના ટેસ્ટિંગના આંકડામાં નોંધપાત્ર વધારો થયો છે. મંગળવારે એક જ દિવસમાં કોવિડ-૧૯ના ૩.૨ લાખ ટેસ્ટ કરવામાં આવ્યા, જે અત્યાર સુધીમાં એક દિવસમાં થયેલા સૌથી વધુ ટેસ્ટ છે. અત્યાર સુધીમાં એકંદરે ૧.૨૪ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેમ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના અધિકારીઓએ જણાવ્યું.
દેશભરમાં કોરોનાના ટેસ્ટ વધારવા માટેકુલ ૧,૨૨૩ કોવિડ-૧૯ ટેસ્ટિંગ લેબને મંજૂરી આપી છે. જાહેર (૮૬૫) અને ખાનગી (૩૫૮) ક્ષેત્રની કુલ મળીને ૧,૨૨૩ લેબમાં ટેસ્ટિંગની મંજૂરી મળી છે. જેમાં ૬૩૩ ઇ્-ઁઝ્રઇ લેબ, ૪૯૧ ટ્રુનેટ લેબ અને ૯૯ ઝ્રમ્દ્ગછછ્ લેબ છે. છેલ્લા થોડા અઠવાડિયાથી રોજ ૨-૨.૮ લાખ સેમ્પલ લેવાતા હતા. સેમ્પલ સાઈઝ ધીમે-ધીમે વધી રહી છે છતાં પોઝિટિવિટી રેટ ૯-૧૦ ટકાની વચ્ચે સ્થિર છે, તેમ અધિકારીનું કહેવું છે.
સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પ્રાથમિક રીતે ટેસ્ટમાં થયેલો વધારો રેપિડ એન્ટીજન ટેસ્ટિંગને આભારી છે. કુલ ટેસ્ટના લગભગ ૫૦% ટેસ્ટ આનાથી થાય છે. તો કેટલાક રાજ્યોમાં ટેસ્ટિંગ વધતા પોઝિટિવ કેસમાં પણ ઉછાળો આવ્યો છે. એક વરિષ્ઠ
અધિકારીએ કહ્યું, “પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, લદ્દાખ અને મેઘાલયને ટેસ્ટિંગ વધારવાની જરૂર છે.”
ભારતમાં પ્રતિ દસ લાખની વસ્તીમાં ટેસ્ટિંગની ક્ષમતા સતત વધી રહી છે, જે બુધવારે ૮,૯૯૪.૭ પર પહોંચી હતી. ટેસ્ટિંગ ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ૨૫ મેના રોજ એક દિવસમાં ૧.૫ લાખની આસપાસ સેમ્પલ ટેસ્ટ થતા હતા જ્યારે હવે લગભગ ૪ લાખ સેમ્પલ લેવામાં આવે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઉૐર્ં)એ પોતાની ગાઈડન્સ નોટ ‘પબ્લિક હેલ્થ ક્રાઈટેરિયા ટુ પબ્લિક હેલ્થ એન્ડ સોશિયલ મેઝર્સ ઈન ધ કોન્ટેક્સ્ટ ઓફ કોવિડ-૧૯’માં સૂચવ્યા મુજબ શંકાસ્પદ કેસોનું વ્યાપક સર્વેલન્સ અને ટેસ્ટિંગ થવું જાેઈએ. દસ્તાવેજ મુજબ, વ્યાપક ટેસ્ટિંગમાં દર ૧૦ લાખની વસ્તીએ ૧૪૦ ટેસ્ટ રોજ થવા જાેઈએ. ભારતમાં ઉૐર્ંના માર્ગદર્શન હેઠળ ૨૨ જેટલા રાજ્યો દર ૧૦ લાખની વસ્તીએ પ્રતિ દિવસ ૧૪૦થી વધુ ટેસ્ટ કરે છે. ેંદ્ગની એજન્સીના માપદંડ સુધી પહોંચવા માટે આરોગ્ય મંત્રાલયે અન્ય રાજ્યોને પણ ટેસ્ટિંગ વધારવાની તાકીદ કરી છે.
દેશના રાજ્યોમાં દર ૧૦ લાખની વસ્તીએ રોજના ૧૦૫૮ ટેસ્ટ સાથે ગોવા મોખરે છે. ત્યાર બાદ ૯૭૮ કેસ સાથે દિલ્હી, તમિલનાડુમાં ૫૬૩ ટેસ્ટ થાય છે. મહારાષ્ટ્રમાં દર ૧૦ લાખની વસ્તીએ રોજ ૧૯૮ ટેસ્ટ કરવામાં આવે છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં એક જ દિવસમાં ૨૯,૪૨૯ કેસ નોંધાયા અને હવે કુલ કેસનો આંકડો ૯,૩૬, ૧૮૧ પર પહોંચ્યો છે. જ્યારે વધુ ૫૮૨ દર્દીઓએ જીવ ગુમાવતા મૃત્યુઆંક ૨૪,૩૦૯ થયો છે.