Western Times News

Gujarati News

દેશમાં એક દિવસની અંદર કોરોનાના ૫૦૩૫૭ નવા કેસ

Files Photo

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસનો ખતરો વધતા પ્રદુષણ અને બદલાતા હવામાનના કારણેવધી ગયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નવા આંકડા અનુસાર ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ ૧૯ના ૫૦,૩૫૭ નવા મામલા આવ્યા બાદ કુલ મામલાની સંખ્યા ૮૪,૬૨,૦૮૧ થઇ ગયા છે. જયારે ૫૭૭ દર્દીઓના મોત બાદ કુલ મૃતકોની સંખ્યા ૧,૨૫,૫૬૨ થઇ ગઇ છે હવે ૪,૧૪૧ મામલાની કમી બાદ સક્રિય મામલા ૫,૧૬,૬૩૨ રહી ગયા છે.૫૩,૯૨૦ નવા ડિસ્ચાર્જ બાદ કુલ ઠીક થયેલ મામલાની સંખ્યા ૭૮,૧૯,૮૮૭ છે.

મિઝોરમમાં ગત ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૨ નવા મામલા સામે આવ્યા છે કુલ પોઝીટીવ મામલાની સંખ્યા હવે ૩,૦૩૨ છે જેમાં ૫૪૫ સક્રિય મામલા ૨૪૮૫ ડિસ્ચાર્જ થયેલા મામલા અને બે મોત સામેલ છે. હિમાચલ પ્રદેશમાં ગત ૨૪ કલાકમાં ૪૩૦ નવા મામલા અને ૨૫૩ રિકવરી દાખલ કરવામાં આવી છે રાજયમાં કુલ મામલા વધી ૨૪,૨૩૯ થઇ ગયા છે જેમાં ૩,૮૪૧ સક્રિય મામલા ૨૦,૦૧૬ રિકવરી અને ૩૫૯ મોત સામેલ છે.પશ્ચિમ બંગાળમાં ૩૯૪૨ નવા મામલા ૪૨૮૩ ડિસ્ચાર્જ અને ૫૫ મોત નોંધાયા છે.રાજયમાં કુલ મામલા વધી ૩,૯૭,૪૬૬ થઇ ગયા છે જેમાં ૩,૫૪,૭૩૨ ડિસ્ચાર્જ અને ૭,૧૭૭ મોત સામેલ છે.સક્રિય મામલા ૩૫,૫૫૭ છે.

પાટનગર દિલ્હીમાં વધતા કોરોના વાયરસના નવા મામલાએ એકવાર ફરી સરકાર અને લોકોની ચિંતા વધારી દીધી છે.ગત ૨૪ કલાકની અંદર અત્યાર સુધી સાત હજારથી વધુ નવા મામલા સામે આવ્યા છે આ દરમિયાન ૬૪ નવા દર્દીઓના મોત પણ થયા છે આ નવા સંક્રમિત મામલાની સંખ્યાની સાથે જ હવે દિલ્હીમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા ૪,૨૩,૮૩૧ થઇ ગઇ છે.મહામારીથી અત્યારસુધી ૬૮૩૩ લોકોના મોત થયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૬૧૨૧ દર્દી સાજા થયા છે.

ઉત્તરાખંડમાં ૪૭૩ નવા મામલા સામે આવ્યા છે અને નવ લોકોના મોત નિપજયા છે. જેથી કુલ મામલા ૬૪,૫૩૮ થઇ ગયા છે. જેમાં ૩,૭૩૬ સક્રિય મામલા છે. પોડિચેરીમાં કોવિડના ૧૨૬ નવા મામલા સામે આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશમા ંસંક્રમણના કુલ મામલા વધી ૩૫,૬૭૫ થઇ ગયા છે.

ઓરિસ્સામાં ૧,૪૯૪ નવા મામલા સામે આવ્યા છે જેથી કુલ મામલા ૨,૯૮,૭૬૮ થઇ ગયા છે તેમાં ૨,૮૩,૫૩૩ રિકવરી ૧,૩૭,૮૯ સક્રિય મામલા અને ૧,૩૯૩ મોત સામેલ છે.તેલંગણામાં ૧,૬૦૨ નવા મામલા,૯૮૨ રિકવરી અને છ મોત નિપજયા છે. હવે કુલ મામલા ૨,૪૭,૨૮૪ થઇ ગયા છે. જેમાં ૨,૨૬,૬૪૬ રિકવરી ૧,૩૬૬ મોત અને ૧૯,૨૭૨ સક્રિય મામલા સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.