Western Times News

Gujarati News

દેશમાં ઓગષ્ટમાં લગભગ ૨૦ લાખ લોકોને કોરોના થયો

નવીદિલ્હી, પુરી દુનિયાને પ્રભાવિત કરનારા ખતરનાક કોરોના વાયરસે ભારતમાં હવે પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધુ છે.દેશમાં ગત એક મહીનામાં કોરોનાના જે આંકડા સામે આવ્યા છે તેનાથી સાબિત થાય છે કૅ ભારતમાં કોરોના હવે પોતાના પીક પર છે ઓગષ્ટ મહીનામાં ભારતમાં દાખલ ૨૦ લાખની આસપાસ કોરોના વાયરસે પુરી દુનિયાનો રેકોર્ડ તોડી દીધો હતો એકથી ૩૧ ઓગષ્ટની વચ્ચે લગભગ ૨૦ લાખ ભારતીયોને કોરોના થયો છે અને આ કોઇ પણ દેશ માટે એક મહીનામાં દાખલ મામલાનો સૌથી મોટા આંકડો છે.

મોતની વાતો કરીએ તો ફકત ઓગષ્ટ મહીનામાં ૨૮ હજારથી વધુ ભારતીયોના જીવ ગયા છે ઓગષ્ટ મહીનામાં કોરોના વાયરસથી થયેલ મોતના મામલામાં ગત મહીને એટલે કે જુલાઇની સરખામણીમાં લગભગ ૪૦ ટકાનો ઉછાળ નોંધાયો છે.

કેન્દ્ર સરકાર અને રાજય સરકારોથી પ્રાપ્ત કોરોના ડેટા અનુસાર ઓગષ્ટ મહીનામાં ૧૯૮૭૭૦૫ કોરોના વાયરસના મામલા દાખલ થયા છે ઓગષ્ટ મહીનાના કોરોના મામલાએ અમેરિકાનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે જયાં એક મહીનામાં ૧૯૦૪૬૪૨ મામલા દાખલ થયા છે જાે કે મોતના મામલામાં અમેરિકા અને બ્રાઝીલ હજુ પણ ભારતથી આગળ છે ભારતના હિસાબથી રાહતની વાત બસ એ છે કે અહીં મૃત્યુદર ઓછો છે.

જુલાઇ મહીનામાં કોરોના વાયરસના ૧૧.૧ લાખ પોઝીટીવ કેસ સામે આવ્યા છે જયારે ૧૯૧૨૨ લોકોના મોત થયા હતાં જુલાઇથી ઓગષ્ટની સરખામણી કરીએ તો ફકત કોરોનાથી મોત જ નહીં પરંતુ કોરોના કેસમાં પણ ૪૫થી ૫૦ ટકાની વચ્ચે ઉછાળ નોંધાયો છે મોતના મામલામાં ભારત અને બ્રાઝીલ બાદ દુનિયાનો ત્રીજાે દેશ છે. જાે ભારતમાં અત્યાર સુધીના કોરોના ડેટા પર ધ્યાન આપવામાં આવે તો ભારતમાં અત્યાર સુધી ૩,૬૮૭,૯૩૯ કોરોનાના કેસ દાખલ થયા છે જયારે ૬૫,૪૩૫ લોકોના જીવ ગયા છે.રાહતની વાત ફકત એટલી જ છે કે ૨,૮૩૭,૩૭૭ લોકો કોરોના વાયરસને હરાવી સાજા થઇ ગયા છે અને દેશમાં હાલ ૭૮૫.૧૨૭ એકિટવ કેસ છે સોમવારે પણ કોરોના વાયરસના ૭૮ હજારથી વધુ મામલા દાખલ કરવામાં આવ્યા અને હજાર જેટલાના મોત નિપજયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.