દેશમાં કુલ કેસો પૈકીના ૮૬ ટકા કેસ માત્ર ૧૦ રાજ્યોમાં
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના દાવા પ્રમાણે ભારત હજુ પણ એવા દેશોની યાદીમાં સામેલ છે જ્યાં ૧૦ લાખની વસતી પર કોરોના સંક્રમણના સૌથી ઓછા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ મંત્રાલય કોરોનાની સ્થિતિ અંગે જણાવ્યું છે કે, દેશમાં ૮૬% કોરોના કેસ માત્ર ૧૦ રાજ્યો સુધી સિમિત છે, એવું નથી કે દરેક રાજ્ય કોરોના સંક્રમણની લપેટમાં આવી ગયું છે.
સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશના કુલ કેસો પૈકી ૮૬% કેસ ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર અને તમિલનાડૂ સૌથી પ્રભાવિત રાજ્યો છે. આ બંને રાજ્યોમાં જ દેશના ૫૦ ટકા કેસ સામે આવ્યા છે. જ્યારે બાકીના ૩૬ ટકા કેસ કર્ણાટક, દિલ્હી, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં છે. અન્ય રાજ્યોમાં આ ૧૦ રાજ્યોની સરખામણીએ કેસો અંકુશમાં છે. જોકે સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ રાહત આપતા સમાચાર એ છે કે દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે,
દેશમાં રિકવરી રેટ સતત વધીને ૬૩ ટકાને પાર પહોંચી ગયો છે. મંત્રાલય મુજબ સંક્રમિત ૨૦ રાજ્યોમાં રિકવરી રેટ ૬૩.૦૨ ટકા છે, જેમાં ૮૭ ટકા રિકવરી રેટ સાથે લદાખ ટોપ પર છે. સ્વાસ્થ મંત્રાલયે વધતા કેસો પર સ્પષ્ટતા કરી હતી કે, માત્ર વધતા કેસોના આંકડા પર ધ્યાન ન આપવુ જોઇએ, માર્ચમાં ડેલી ગ્રોથ રેટ ૩૧ ટકા હતો જે મે મહિનામાં ૯ ટકા રહ્યો અને મેમાં માત્ર ૪.૮૨ ટકા હતો.