Western Times News

Gujarati News

દેશમાં કોઈ રીતે સમલૈંગિક સંબંધો માન્ય નથી: સરકાર

નવી દિલ્હી: હિંદૂ મેરેજ એક્ટ હેઠળ સમલૈંગિકોના લગ્નનો કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે આપણી કાનૂન પ્રણાલી, સમાજ અને સમલૈંગિક યુગલોની વચ્ચે વિવાહની માન્યતા આપતી નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે કોર્ટે ધ્યાન રાખવું જોઈએ કે સુપ્રીમ કોર્ટે ફક્ત સમલૈંગિકતાને ડિક્રિમિનલાઇઝ જ કરી છે, તેનાથી વધારે કશુંય નહીં. અરજીકર્તા સમલૈંગિકતાને લગ્નની કાનૂની માન્યતાની માંગ કરી શકે નહીં.દિલ્હી હાઇકોર્ટમાં થયેલી અરજીમાં ૧૯૫૫ના હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા માટે સમલૈંગિક પુરૂષોને મંજૂરી આપવા માગણી કરવામાં આવી છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

 

ચાર એક્ટિવિસ્ટ દ્વારા સંયુક્તપણે આ માટે જાહેર હિતની અરજી કરવામાં આવી છે. અરજદારો વતી દલીલ કરાઇ છે કે હિન્દુ મેરેજ એક્ટમાં બે હિન્દુઓ વચ્ચે લગ્નની જોગવાઇ છે. તેમાં વિજાતીય પાત્રો કે સજાતીય પાત્રો એવો કોઇ ઉલ્લેખ નથી. જોકે, તુપાર મહેતાઓ કહ્યું હતું કે પોતાને કોઇ ચોક્કસ સૂચના મળી નથી પરંતુ પોતે માત્ર એ કાનૂની જોગવાઇ તરફ ધ્યાન દોરી રહ્યા છે કે હિન્દુ મેરેજ એકટ સજાતીય લગ્નની મંજૂરી આપતો જ નથી. વાસ્તવમાં ભારતીય સંસ્કૃતિમાં સજાતીય લગ્નનો કોઇ ખ્યાલ જ નથી.

અરજદારો વતી રાઘવ અવસ્થીએ કહ્યું હતું કે એ હિંદૂ વિવાહ એક્ટની હેઠળ સમલૈંગિકોના લગ્નના રજીસ્ટ્રેશનની માંગ કરી રહ્યા છે. કાનૂન એમ કહેતો નથી કે વિવાહ એક પુરુષ અને એક મહિલાની વચ્ચે થવાના છે. તેમણે દેશમાં સમલૈંગિકતાને બિનગુન્હાઇત ગણાવતા સુપ્રીમ કોર્ટના ચુકાદાનાં કેટલાંક અવતરણો પણ ટાંકયા હતા. બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે અરજીકર્તાને પૂછ્યું કે કોઈ સમલૈંગિક યુગલે વિવાહના રજીસ્ટ્રેશન માટે અરજી કરી છે તો તેમણે ના કહી હતી. અવસ્થી કહ્યું કે હા, પરંતુ એ કોર્ટની સામે આવવા તૈયાર નથી. એટલા માટે જાહેરહિતની અરજી દાખલ કરી છે. આ મામલે વધુ સુનાવણી ૩૧ ઓક્ટોબરે થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.