દેશમાં કોરોનાએ બનાવ્યો વિશ્વ રેકોર્ડ, ૨૪ કલાકમાં ૯૫.૭૩૫ કેસ ,૧૧૭૨ મોત
નવીદિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં કોરોના વાયરસના ૯૫,૭૩૫ નવા કેસ સામે આવ્યા છે ત્યારબાદ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ૪૪,૬૫,૮૬૩ થઇ ગઇ છે સક્રિય મામલાની સંખ્યા ૯૧,૯૦,૧૮ છે જયારે હોસ્પિટલથી છુટ્ટી મેળવનારા દર્દીઓની સંખ્યા ૩૪,૭૧,૭૮૩ થઇ ગઇ છે.આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર કોરોનાથી ગત ૨૪ કલાકમાં ૧૧૭૨ દર્દીઓના મોત નિપજયા છે જેથી કુલ મોતના આંકડા ૭૫,૦૬૨ થઇ ગયા છે.
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ૧,૦૦,૦૦૦ રોજ તરફ વધી રહી છે જે એક ચિંતાનો વિષય છે કારણ કે દુનિયાભર કોઇ અન્ય દેશે કોરોનાના એક લાખ દર્દીનો આંકડો પાર કર્યો નથી કે તેની નજીક પણ આવ્યો નથી. દરમિયાન આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશની કોૌરોનાથી ઠીક થનારા દર્દીઓની સંખ્યામાં સુધારો થઇ રહ્યો છે મંત્રાલયના જણાવ્યા અનુસાર ઠીક થનારાઓની દર ૭૭.૭૭ ટકા છે જયારે એ પણ કહેવામાં આવ્યું છે કે બુધવાર સુધી ૬૧ ટકા મામલા ફકત પાંચ રાજયોથી રિપોર્ટ કરવામાં આવ્યા છે તેમાં મહારાષ્ટ્ર કર્ણાટક આધ્ર પ્રદેશ ઉત્તરપ્રદેશ અને તમિલનાડુ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધિને કહ્યું કે કોવિડ ૧૯ મહામારી દુનિયાને સ્વાસ્થ્યની રક્ષાનું મહત્વ શિખડાવ્યું છે આ સાથે જ તેમણે કહ્યું કે આરોગ્ય ક્ષેત્રમાં રોકણ તથા ગ્રામીણ વિસ્તાર તરફથી વિશેષ ધ્યાન આપતા મજબુત આરોગ્ય સેવા પ્રણાલી વિકસિત કરવા પર ભાર મુકયો મંત્રાલયે કહ્યું કે સાપ્તહિક આધાર પર ઠીક થનારા દર્દીઓની સંખ્યા જુલાઇના ત્રણ અઠવાડીયામાં ૧,૫૩,૧૧૮થી જે સપ્ટેમ્બરના પહેલા અઠવાડીયામાં વધી ૪,૮૪,૦૬૮ પહોંચી ગઇ.HS