દેશમાં કોરોનાથી અત્યાર સુધી ૧૮ હજાર ૨૨૫ લોકોના મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૮૧૮૭

File
નવીદિલ્હી, દેશભરમાં ૬ લાખ ૨૭ હજારથી વધુ લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે. અને ૧૮ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ ૩ લાખ ૭૯ હજારથી વધુ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. દેશમાં ૧ લાખ ૮૬ હજારથી વધુ દર્દીઓ તો માત્ર મહારાષ્ટ્રમાં જ છે, જ્યાં ૮ હજારથી વધુ લોકોના મોત થયા છે. તમિલનાડુમાં ૯૮ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને ૧ હજારથી વધુ લોકોના જીવ ગયા છે.એક દિવસમાં ૨૧ હજાર ૯૪૭ નવા દર્દી વધ્યા છે. આ આંકડો એક દિવસમાં સૌથી વધુ છે. આ ઉપરાંત ૧૯ હજાર ૯૯૯ દર્દી સાજા પણ થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ હજાર ૯૦૩ કેસ સામે આવ્યા અને ૩૭૯ લોકોના મોત થયા હતા. આ સાથે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૬ લાખ ૨૫ હજાર ૫૪૪ થઈ ગઈ છે. જેમાંથી ૨ લાખ ૨૭ હજાર ૪૩૯ એક્ટિવ કેસ છે. સાથે જ ૩ લાખ ૭૯ હજાર ૮૯૨ દર્દી સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી ૧૮ હજાર ૨૧૩ લોકોના મોત થયા છે.
મધ્યપ્રદેશઃ ઉજ્જૈન જીલ્લામાં ત્રણ કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સાથે જીલ્લામાં સંક્રમિતોની સંખ્યા ૮૪૯ થઈ ગઈ છે. જો કે, ૭૭૦ દર્દી સાજા પણ થઈ ગયા છે. અત્યાર સુધી ૭૧ દર્દીના મોત થયા છે. તો બીજી બાજુ સિહોર જીલ્લામાં આજે બે દર્દી મળ્યા હતા. ઈન્દોરમાં ૧૯, હરદામાં આઠ અને સિવનીમાં એક દર્દી મળ્યો હતો.મહારાષ્ટ્રઃ રાજ્યની ૮૨ જેલમાં અત્યાર સુધી કુલ ૩૬૩ કેદી અને ૧૦૨ કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ માહિતી ગુરુવારે જેલ ડિપાર્ટમેન્ટે આપી છે. ચાર કેદીઓનું સંક્રમણથી મોત થયું છે. ૨૫૫ કેદી સાજા થયા છે. મુંબઈ સેન્ટ્રલ જેલમાં અત્યાર સુધી ૧૮૧ કેદી અને ૪૪ કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે.
રાજસ્થાનમાં વારે ૧૧૫ પોઝિટિવ સામે આવ્યા હતા. આ સાથે જ કુલ સંક્રમિતોનો આંકડો ૧૮ હજાર ૪૨૭ પર પહોંચી ગયો હતો. સાથે જ બીકાનેરમાં ૨ જોધપુરમાં બે અને બાડમેરમાં એક વ્યક્તિનું મોત થયું છે.બિહારમાં ૧૮૮ દર્દી મળ્યા હતા. નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ત્રણ દર્દીઓના મોત થયા હતા. આ સાથે રાજ્માં મૃતકોનો આંકડો વધીને ૭૬ થઈ ગયો છે.