દેશમાં કોરોનાથી મૃત્યુનો આંક ત્રણ ગણો વધી ગયો

નવી દિલ્હી, ઓમિક્રોનના જાેખમ વચ્ચે કોરોનાએ ફરી એક વખત ચિંતામાં વધારો કર્યો છે. હકીકતે છેલ્લા ૨૪ કલાકમાં મૃતકોની જે સંખ્યા સામે આવી છે તે સોમવારની સરખામણીએ ૩ ગણાથી પણ વધુ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૫,૩૨૬ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૪૫૩ લોકોના મોત થયા છે જે સોમવારની સરખામણીએ ૩ ગણાથી પણ વધારે છે.
જાેકે આ દરમિયાન ૮,૦૪૩ લોકો સ્વસ્થ પણ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૩,૪૧,૯૫,૦૬૦ દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. દેશમાં હાલ સક્રિય દર્દીઓની સંખ્યા ૭૯,૦૯૭ છે. જ્યારે કુલ મૃતકઆંક વધીને ૪,૭૮,૦૦૭ થઈ ગયો છે. કુલ સંક્રમિતોની વાત કરીએ તો તે આંકડો ૩,૪૭,૫૨,૧૬૪ જેટલો છે.
દેશમાં અત્યાર સુધીમાં વેક્સિનના કુલ ૧૩૮ કરોડ કરતા પણ વધારે ડોઝ અપાઈ ચુક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સોમવારના આંકડાઓ પ્રમાણે ગઈકાલે ૨૪ કલાકમાં ૬,૫૬૩ નવા દર્દીઓ સામે આવ્યા હતા. તે દરમિયાન ૧૩૨ લોકોના મોત થયા હતા અને એક્ટિવ કેસનો આંકડો ૮૨,૨૬૭ હતો.
ઓમિક્રોનના કેસમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને ગુજરાતના અનેક શહેરોમાં નાઈટ કર્ફ્યુને ૩૧મી ડિસેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યો છે. ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણીઓ પર લગામ કસવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે. રાતના ૧ઃ૦૦ વાગ્યાથી સવારના ૫ઃ૦૦ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ રહેશે.SSS