દેશમાં કોરોનાથી ૨૪ કલાકમાં ૭૩૮ લોકોનાં મોત, ૪૪,૧૧૧ નવા કેસ
નવીદિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી ૭૩૮ લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી કુલ મોતનો આંકડો ૪,૦૧,૦૫૦ પર પહોંચ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા કેસની વાત કરવામાં આવે તો ૪૪,૧૧૧ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી કુલ સંક્રમિત લોકોની સંખ્યા ૩,૦૫,૦૨,૩૬૨ થઈ છે. હાલ દેશમાં કોરોનાના ૪,૯૫,૫૩૩ એક્ટિવ દર્દી છે.
દેશમાં ૨૪ કલાકમાં ૫૭,૪૭૭ દર્દી સાજા થયા છે. આ સાથે દેશમાં સાજા થનારા કુલ લોકોની સંખ્યા ૨,૯૬,૦૫,૭૭૯ થઈ છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૭.૧ ટકા થયો છે. વેક્સીનની વાત કરવામાં આવે તો દેશમાં બીજી જુલાઈના રોજ કુલ ૪૩,૯૯,૨૯૮ લોકોને વેક્સીન આપવામાં આવી હતી. આ સાથે જ દેશમાં કુલ ૩૪.૪૬ કરોડ લોકોને વેક્સીન આપવામાં આવી ચૂકી છે.
દેશમાં બીજી લહેર દરમિયાન સૌથી વધારે ખરાબ હાલત મહારાષ્ટ્ર ની થઈ હતી. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધારે ૧૫૬ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના ૮૭૫૩ કેસ નોંધાયા છે. કેરળમાં ૨૪ કલાકમાં ૧૪૬ કેસ નોંધાયા છે. કેરળમાં ૨૪ કલાકમાં ૧૨,૦૯૫ કેસ નોંધાયા છે. તામિલનાડુમાં ૯૭ લોકોનાં મોત થયા છે, જ્યારે ૪,૨૩૦ નવા કેસ નોંધાયા છે.
કર્ણાટકમાં કોરોનાથી ૮૮ લોકોનાં મોત થયા છે, જ્યારે ૨,૯૮૪ કેસ નોંધાયા છે.ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૮૦ કેસ નોંધાયા છે. જેની સામે ૨૨૮ દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે બે દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦,૦૬૪ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૪૬ ટકા છે.