દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૮૨.૬૭ લાખ થઇ
નવીદિલ્હી, દેશમાં કોરોનાનો કહેર રોકાવાનું નામ જ નથી લઇ રહ્યો સતત કોરોનાના આંક વધી રહ્યાં છે છતાં દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જાેવા મળી રહ્યો છે કેમ કે એક દિવસમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે એકિટવ કેસની સંખ્યા ૩૦ જુલાઇ બાદ સૌથી ઓછી છે.
આરોગ્ય મંત્રાલય તરફથી મંગળવારે સવારે જારી આકંડા અનુસાર દેશમાં એકિટવ કેસ ૫,૪૧,૪૦૫ રહી ગયા છે ત્યારે ગત ૨૪ કલાકમાં ૩૮,૩૧૦ નવા કોરોનાના કેસ સામે આવતા સંક્રમિતોની સંખ્યા ૮૨,૬૭,૬૨૩ થઇ ગઇ છે ગત ચોવીસ કલાકમાં ૪૯૦ લોકોના જીવ ગયા છે અત્યાર સુધીમાં ૧૨૩૦૯૭ લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે.૨૪ કલાકમાં ૫૮,૩૨૩ દર્દી સાજા થઇ ગયા છે અત્યાર સુધીમાં કુલ ૭૬,૦૩,૧૨૧ લોકો સાજા થયા છે.૨૪ કલાકમાં ૪૯૦ લોકોના મોત થયા છે જેની સાથે અત્યાર સુધીમાં કુલ મોત ૧૨૩૦૯૭ નિપજયા છે.
દેશમાં એકિટવ કેસની સંખ્યા ૫,૪૧,૪૦૫ છે ૨૪ કલાકમાં ૧૦,૪૬,૨૪૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં કુલ ટેસ્ટની સંખ્યા ૧૧,૧૭,૩૫૦૧ છે.એકિટવ કેસની સંખ્યા ૩૦ જુલાઇ બાદ સૌથી ઓછી નોંધાયી છે દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૯૧.૯૬ ટકા છે.જયારે એકિટવ દર્દી ૬.૫૪ ટકા છે. ડેથ રેટ ૧.૪૮ ટકા છે.તેમજ પોઝીટીવિટી રેટ ૩.૬૬ ટકા નોંધાયો છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારો દ્વારા કોરોનાના કેસને અટકાવવા માટે વિવિધ પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત વાયરસની રસી શોધવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે કહેવાય છે કે ટુંક સમયમાં રસી મળી જશે.HS