દેશમાં કોરોનાના કેસોનો આંક ૨૪ લાખને પાર પહોંચ્યો
નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના ૫૭ હજારથી વધુ કેસ સામે આવ્યા હતાં ત્યારે હવે ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૨૪ લાખને વટાવી ગઇ છે અને ૯૭૦ લોકો મૃત્યુ પામ્યા છે અને મૃતકોની સંખ્યા ૪૮ હજારથી વધુ પહોંચી છે પરંતુ હાલતની વાત એ છે કે દર્દીઓનો ઠીક થવાનો દર ૭૧ ટકાથી ઉપર છે.
વિવિધ રાજયોમાંથી મળેલી માહિતી અનુસાર ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૨૪,૫૩,૧૬૫ થઇ ગઇ છે અને ૫૭,૬૯૪ નવા કેસો આવ્યા બાદ મૃતકોની સંખ્યા ૪૮,૧૦૮ થઇ ગઇ છે રિકવરીના દરમાં સતત વધારો છતાં દેશમાં ચેપના નવા કેસોમાં ૭,૬૨૨ સક્રિય કેસ નોંધાયા છે જેથી સંખ્યા ૬,૬૧,૨૪૪ પર પહોંચી ગઇ છે.રાહતની વાત છે કે આ સમયગાળા દરમિયાન ૫૦,૨૪૮ લોકોના રિકવરી સાથે ચેપ મુકત લોકોની સંખ્યા પણ ૧૭, ૪૬,૧૦૮ પર પહોંચી ગઇ છે. આમ સ્વસ્થ થતાં દર્દીઓનો દર ૭૦.૭૪ ટકાથી વધીને ૭૧.૧૭ ટકા થયો છે જયારે મૃત્યુ દર ઘટીને ૧.૯૬ ટકા થઇ ગયો છે.
મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૧,૮૧૩ નવા કેસ નોંધાયટા છે ત્યારબાદ આંધ્રપ્રદેશ ૯,૯૯૬ કેસ,કર્ણાટક ૬૭૦૬ તમિલનાડુમાં ૫,૮૩૫ ઉત્તરપ્રદેશમાં ૪,૫૩૭ કેસ બિહારમાં ૩,૯૦૬ પશ્ચિમ બંગાળમાં ૨,૯૯૭ આસામ છે દિલ્હીમાં ૨,૭૯૬ ઓરિસ્સામાં ૧,૯૮૧ કેરળમાં ૧,૫૬૪ અને ૯૫૬ નવા કેસ નોંધાયા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યાં છે.HS