દેશમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં ૨૮૪૧ નવા કેસ
નવીદિલ્લી, ભારતમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી રોજના ૩૦૦૦ આસપાસ કેસ આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શુક્રવાર(૧૩ મે)ના રોજ જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૨૮૪૧ નવા કોવિડ-૧૯ કેસ સામે આવ્યા છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯ લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ આજે સક્રિય કેસ ઘટીને ૧૮,૬૦૪ થઈ ગયા છે.
દેશમાં ૨૪ કલાકના સમયમાં સક્રિય કેસમાં ૪૬૩ કેસોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યુ કે સક્રિય કેસોમાં કુલ સંક્રમણના ૦.૦૫ ટકા શામેલ છે. જ્યારે કોરોના રિકવરી રેટ ૯૮.૭૪ ટકા હતો. મંત્રાલય મુજબ દૈનિક પૉઝિટિવીટી રેટ ૦.૯૫ ટકા અને સાપ્તાહિક દર ૦.૮૨ ટકા નોંધવામાં આવ્યો છે.
ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વધીને ૫ લાખ ૨૪ હજાર ૧૯૦ થઈ ગયો છે. દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા અત્યાર સુધીમાં ૪,૩૧,૧૬,૨૫૪ પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોના રિકવરીની કુલ સંખ્યા ૪,૨૫,૭૩,૪૬૦ છે. મુંબઈમાં કોરોના વાયરસના ૧૩૯ નવા કેસ નોંધાયા છે.
જે ૨૩ ફેબ્રુઆરી પછીનો સૌથી વધુ દૈનિક આંકડો છે. જાે કે, આ સમયગાળા દરમિયાન મુંબઈમાં કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયુ નથી. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ એક બુલેટિનમાં જણાવ્યુ હતુ કે શહેરની કુલ ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ની સંખ્યા વધીને ૧૦,૬૧,૧૭૭ થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક ૧૯,૫૬૩ પર યથાવત છે.HS