Western Times News

Gujarati News

દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો ૬૦ લાખને પાર પહોંચ્યો

નવીદિલ્હી, નિયામાં સૌથી તેજીથી કોરોના સંક્રમણ પોતાના દેશમાં ફેલાઇ રહ્યો છે કોરોના સંક્રમિતોની સંખ્યા ૬૦ લાખને પાર પહોંચી ગઇ છે. ૯૫ હજાર ૫૪૨ દર્દી પોતાના જીવ ગુમાવી ચુકયા છે

સારી વાત એ છે કે કોરોનાથી ઠીક થયેલા મામલાની કુલ સંખ્યા પણ ૫૦ લાખને પાર પહોંચી ગઇ છે. ગત ૧૦ લાખ રિકવરી ફકત ૧૧ દિવસમાં થઇ એક્ટિવ કેસની સંખ્યા ઘટી ૯ લાખ ૬૨ હજાર થઇ ગઇ સંક્રમણના એકિટવ કેસની સંખ્યાની સરખામણીમાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા લગભગ પાંચ ગણી વધુ છે

આરોગ્ય મંત્રાલયના નવા આંકડા અનુસાર દેશમાં ગત ૨૪ કલાકમાં ૮૨,૧૭૦ નવા કોરોના મામલા દાખલ થયા છે અને ૧૦૩૯ લોકોના જીવ ગયા છે

બે સપ્ટેમ્બરથી સતત દેશમાં એક હજારથી વધુ લોકોના મોત થયા છે ૨૪ કલાકમાં ૭૪,૮૯૩ દર્દી ઠીક થયા છે.
આઇસીએમઆરના જણાવ્યા અનુસાર ૨૭ સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ ૭ કરોડ ૧૯ લાખ સેંંપલ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે જેમાંથી ૭ લાખ સૈંપલની ટેસ્ટિંગ ગઇકાલે કરવામાં આવી હતી.

રાહતની વાત છે કે મૃત્યુ દર અને એકિટવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે મૃત્યુ દર ઘટીને ૧.૫૮ ટકા થયો છે જયારે એકિટવ કેસ જેની સારવાર ચાલી રહી છે તેનો દર પણ ઘટીને ૧૬ ટકા થઇ ગયો છે

આ સાથે જ રિકવરી રેટ એટલે કે ઠીક થવાનો દર ૮૩ ટકા પર છે ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.

દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે મહારાષ્ટ્ર સતત કોરોનાની સૌથી ખરાબ માર સહન કરનાર રાજય બનેલ છે અહીં ૧૩ લાખથી વધુ મામલા સામે આવ્યા છે ત્યારબાદ આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક અને ઉત્તરપ્રદેશ છે

આ પાંચ રાજયોમાં સૌથી વધુ એકિટવ કેસ છે એકિટવ કેસ મામલામાં દુનિયામાં ભારત બીજા સ્થાન પર છે કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબથી ભારત દુનિયાનો બીજાે સૌથી પ્રભાવિત દેશ છે મોતના મામલામાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતનો નંબર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.