દેશમાં કોરોનાના નવા 2541 કેસ: 30 દર્દીઓના મોત

પ્રતિકાત્મક
નવી દિલ્હી, ભારતમાં કોવિડ-19ના કેસોમાં 2 ટકાનો ઘટાડો થયો છે, છેલ્લા 24 કલાકમાં 2,541 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન આ વાયરસને કારણે 30 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાના કારણે કુલ 522,223 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 16,522 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,862 લોકોએ કોરોનાને માત આપી છે અને અત્યાર સુધીમાં દેશમાં કુલ 42,521,341 લોકો કોરોનાથી સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં 3,64,210 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,87,71,95,781 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ રાજ્ય કોરોના રસી લાગુ કરવામાં સૌથી આગળ છે. યુપી એકમાત્ર રાજ્ય છે જેણે 31 કરોડથી વધુ રસીના ડોઝ આપ્યા છે.