દેશમાં કોરોનાના સંક્રમણના મામલામાં એકવાર ફરી ઉછાળો
નવીદિલ્હી, દેશમાં કોરોના સંક્રમણના મામલામાં એકવાર ફરી ઉછાળો જાેવા મળ્યો છે.મંગળવારે સંક્રમણના મામલામાં થોડી કમી આવ્યા બાદ બુધવારે ફરી ૮૯,૭૦૬ નવા મામલા સામે આવ્યા આ નવા મામલાની સાથે દેશમાં કોવિડ ૧૯ના દર્દીઓની સંખ્યા વધી ૪૨ લાખ ૭૦ હજારથી વધુ થઇ ગઇ છે.પરંતુ રાહતની વાત એ છે કે બીમારીથી ઠીક થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે જાણકારી અનુસાર અત્યાર સુધી લગભગ ૩૪ લાખ લોકો ઠીક થઇ ચુકયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૧,૧૧૫ લોકોના મોત થતા મૃતકોનો આંકડો વધીને ૭૩,૮૯૦ થઇ ગયો છે દેશમાં સંક્રમણના મામલા વધી ૪૩,૭૦,૧૨૯ થઇ ગયા છે જેમાંથી ૮,૯૭,૩૯૪ લોકોની સારવાર ચાલી રહી છે.તેમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આઇસીએમઆર તરફથી જારી આંકડા અનુસાર દેશમાં આઠ સપ્ટેમ્બર સુધી કુલ ૫,૧૮,૦૪,૬૭૭ નમુનાની તપાસ કરવામાં આવી છે જેમાંથી મંગળવારે એક દિવસમાં ૧૧,૫૪,૫૪૯ નમુનાની તપાસ કરવામાં આવી છે.HS